*તા. ૧૩.૦૧.૨૦૨૦ ની પોસ્ટ*
*પ્રભુ વીર નો પંથ 🌷*
*🌚 શુભ મંગલ રાત્રી 🌚*
પ્રત્યેક સમયે કર્મનો ઉદય ચાલુ છે તેથી શુભા -શુભ , વ્યક્ત -અવ્યક્ત ભાવો ચાલુ છે તેને અટકાવાની તાકાત જીવમાં નથી , તેમાં જીવની સમજ કામ આપે .
શુભ ભાવો ટકે તેવો પુરૂષાર્થ કરો અને શુભ ભાવો કરીને નિરંતર શુભમાં રહેવું , પરંતુ તે વખતે પણ ખ્યાલ જોઈએ કે આ પણ મારું સ્વરૂપ નથી .
પર્યાયમાં ઉઠતા ભાવોને જુઓ તો સમતા ના ભાવો પુષ્ટ થાય , પરંતુ સમતા પણ અધૂરો ભાવ છે , આત્મા પૂર્ણ છે .
જ્યાં ભાવ ત્યાં અધુરાશ અને સ્વભાવ ત્યાં પૂર્ણતા છે . સ્વભાવમાં કશું કરવાનું નથી , ભાવમાં કરવાનું છે .
શુભભાવોના દ્રષ્ટા બનો કારણ તે પણ વિનાશી છે . દર્પણ બધાને ઝીલે છે પરંતુ કશાને પોતાના ના માને . દર્પણમાં કોઈપણ પર્યાય પ્રગટે પરંતુ દર્પણ દર્પણતા ગુમાવતું નથી . તે પર્યાય સાથે તાદાત્મ્ય અનુભવે નહીં તેમ જ્ઞાન સ્વરૂપી આત્મા કર્મના ક્ષયોપશને જે ભાવો ઉઠે તે વખતે ઘરમાં રહે તે જાગ્રતિ .
Good Night 💤🌙
😊
🌠
*💟 આપણો જીવ આપત્તિમાં મૂંઝાય નહીં તે માટે સાત નવકાર ...*
🔴 આપણા વિચારોને નિર્લેપભાવમાં લઇ જાવ .
🔴 જાત સાથે ચિટિંગ નહિ કરો .
🔴 આગળ વધી જ ન શકાય એવી ક્રિયાનો શો મતલબ .
🔴 પોતાની જાતને પૂછો કેટલી જગ્યાએ બચાવ કરો છો .
🔴 વસ્તુ એ જ છે 👉 રાગ -દ્વેષના લેબલ આપણે લગાડીએ છીએ .
🔴 સુખ -દુઃખ બન્ને વાદળ જેવા ,
નહીં આભને લેવા દેવા ,
જીવ સદા ખોટું ભરમાયો ,
ઘડી બે ઘડી તડકો છાયો .
🔴 આ પળ પણ વીતી જવાની ,
કોઈ ચીજ છે ક્યાં ટકવાની ,
ભેદ કદી ના એને સમજાયો ,
ઘડી બે ઘડી તડકો છાયો .
🔴 પ્રતિજ્ઞાને મર્યાદા છે , પરિણામને મર્યાદા નથી . પચ્ચક્ખાણ જાવજિવનાં હોય પણ માંગણી ભવોભવની હોય .
*🔴 એટલું નક્કી કરો 👉 નાની નાની ઘટનાઓમાં મારે મારુ મન બગાડવું નથી ...🌹*
🔴 હંમેશા પથ્થર એ 🌳ઝાડ પર પડે જે ઝાડ પર મીઠ્ઠા ફળ આવે છે .
🔴 વડીલો જ ઠપકો આપે અને નાના ભૂલ કરે તો નાના જ ભૂલ કરે એવી ખતવણી કરો , મન પ્રસન્ન રહેશે .
🔴 સાધક આત્મા બાહ્ય જગતમાં ફોકસ કરતા જ નથી .
*🙏 શુભ ભાવમાં રહેજો 🙏*
*✍🏼 અનામી આત્મા...*
🎋🎋🌱☘🌱🎋🎋
*પ્રભુ વીર નો પંથ 🌷*