Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મકર સંક્રમણના 120 દિવસો દેશ-દુનિયા માટે કેવા નીવડશે? જાણો વિધાતાનાં વિધાન

14 જાન્યુઆરીએ સૂર્ય નારાયણ મકરરાશિમાં 26.09 કલાકે પ્રવેશ કરે છે. અર્થાત 13મીની મધરાત બાદ 2 કલાક 9 મિનિટે મકરમાં આવે છે. પરિણામે દેશ અને રાજ્ય તેમજ વિશ્વમાં ઘણાં રાજકીય આર્થિક અને કાનૂની સંજોગો પર અસર થશે. ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પડોશીઓ તેમજ અન્ય દેશના હિતમાં પૂરતો લાભ ઉઠાવતા જોવાશે તથા ભારતની વેપારવૃદ્ધિ, નિકાસ અને અર્થતંત્ર અંગે લાભ જણાશે.

મકર સંક્રામણના 120 દિવસોમાં ખેતીવાડી ઉત્પન્ન વધે. ઔદ્યોગિક ક્ષેત્રે મંદી છતાં સુધારો જણાય નિકાસથી લાભ થાય! ચીન-જાપાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને એશિયાઈ દેશો સાથેના વેપારવૃદ્ધિથી ભારતનું હુંડિયામણ વધતું જણાય! પરિણામે સ્વાયતતા અને સ્વતંત્રતા વધુ જોવા મળે.

પ્રજાની-ખેડૂતોની ખુશાલી વધશે. તેમની સ્થિતિ વધુ મજબુત થશે. સામાન્ય પ્રજાની હાલત પહેલા કરતા વધુ સુધરતી જણાય તેવા આર્થિક પગલાં મોદી સરકાર લેતી જોવા મળે. વડાપ્રધાનના વિરોધીઓ હોય કે દુશ્મનો ફાવી શકે તેમ નથી. મોદી સરકાર તેમને નબળા પાડી શકશે. મોદીજી શેરની જેમ વિરોધીઓને શિયાળ બનાવી શકે તેની શક્તિ દર્શાવતા જણાય.

આગામી બજેટ હોય કે સરકારી નિર્ણયો, આયોજનના આર્થિક નિર્ણયો દેશના હિતમાં લેતા જણાય જેથી વેપારી, ઉદ્યોગપતિઓ અને ખેડૂતોને લાભ થતો જોવા મળે. અલબત મોદી સરકારના નિર્ણયો જેવા કે નોટબંધી અને વ્યાજ અંગેની અસર લાંબે ગાળે જોવા મળે જેથી અર્થતંત્ર સુધરે હજી પણ મોદી સરકાર આગળ ઉપર નાણાંકીય પરિસ્થિતિ મજબૂત કરવા મંદી સામે બચવા કેટલાક સાહસિક પગલાં લેશે.

જેમાં અર્થતંત્ર સુધરે, બજેટ અંગેના નિર્ણયો વરસોથી જે આવતા તેના કરતા અલગ જ નિર્ણયો લઈને દેશને મજબૂત કરીને વેપાર ધંધા ઉદ્યોગોનો વિકાસ થતો જોવા મળે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111323400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now