અસ્ત થયેલા ગુરૂનો આજથી થશે ઉદય ઘટશે તણાવ, જાણીલો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ
15 ડિસેમ્બર 2019ના દેવ ગુરૂ બ્રહસ્પતિ ધનુ રાશિમાં અસ્ત થયો હતો. આજે 10 જાન્યુઆરીએ 2020ના રોજ પુન: ઉદય થઈ રહ્યા છે. ધનુ રાશિમાં ગુરૂની સાથે સાથે શનિ, સૂર્ય, બુધ, કેતુનું પણ ગોચર થઈ રહ્યુ છે. હવે ગુરૂની પરિસ્થિતિમાં સકારાત્મક ફેરફાર આવશે. ભારતની અર્થવ્યવસ્થાથી લઈને જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિનો સમાવેશ થશે.
13 જાન્યુઆરીએ બુધ ધનુને છોડીને મકર રાશિમાં જશે. પાછા 14 જાન્યુઆરીએ સૂર્ય આ જ રાશિમાં પ્રવેશ કરશે. 24 જાન્યુઆરીએ શનિ પણ ધનુ રાશિમાંથી મકર રાશિમાં આવશે. ધનુ રાશિમાં ફક્ત ગુરૂ અને કેતુનું સ્વામિત્વ રહેશે. ધનુ રાશિ ગુરૂની મુળ ત્રિકોણ રાશિ છે અને હવે ગુરૂ વધારે દૃઢતાથી કામ કરશે.
મેષ રાશિ
આપના માટે 9માં ભાવમાં થઈ રહેલ આ ગોચર શુભ રહેશે. જીવનમાં ખુશીઓ આવશે. મુશ્કેલીઓ ઓછી થશે.
વૃષભ રાશિ
આપના માટે 8માં ભાવમાં થઈ રહેલ આ ગોચર સ્વાસ્થ્ય માટે શુભ નથી. બીમારી અચાનક આવી પહોંચશે. તબીયત સંભાળજો. ખરચાઓ વધશે આવક ઘટશે.
મિથુન રાશિ
આપના માટે 7માં ભાવમાં થઈ રહેલ આ ગોચર દામ્પત્યજીવનમાં ખુશીઓ લાવશે.
કર્ક રાશિ
આપના માટે છઠા ભાવમાં થઈ રહેલ આ ગોચર સારૂ પરિણામ લાવશે. નોકરીયાત વર્ગ માટે આ ઉદય લાભ પ્રદ રહેશે.
સિંહ રાશિ
આપના માટે છઠા ભાવમાં થઈ રહેલ આ ઉદય લાભ અપાવશે. નવા નવા સોપાનો સર કરી શકશો. આવકના સ્ત્રોત વધશે.
કન્યા રાશિ
જો તમે મકાન, વાહન કે કોઈ સુખ સંપત્તિનું સાધન ખરીદવા માંગો છો તો આ યોજના ગુરૂના કારણે ફળીભૂત નહી થાય કેમકે કન્યા રાશિ માટે ચોથાભાવનું સ્વામિત્વ રાખે છે સાથે સાથે સુખ કારક ગ્રહ પણ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે.
તુલા રાશિ
ત્રીજા ભાવમાં ગુરૂનો ઉદય તમારા માટે શુભ નથી. આ રાશિના જાતકોએ વાદ વિવાદથી બચવું જોઈએ. કાર્યસ્થળમાં બોલચાલમાં ધ્યાન રાખશો.
વૃશ્ચિક રાશિ
ત્રીજા ભાવમાં ગુરૂનો ઉદય તમારા માટે શુભ રહેશે. ગુરૂ આ રાશિ માટે બીજા અને પાંચમા ભાવનો સ્વામી થાય છે. આ જ કારણે ધનભાવમાં આવવાથી આર્થિક ફાયદો થશે.
ધનુ રાશિ
ચંદ્રમાની ઉપર ગુરૂનું ગોચર અશુભ છે. જો કે પાંચમા, સાતમાં અને નવમાં ભાવમાં ગુરૂની દૃષ્ટીથી મિશ્ર ફળ મળશે. ધાર્મિક યાત્રાના યોગ સર્જાશે.
મકર રાશિ
12માં ભાવમાં આ ગોચર ખરચાઓ વધારનારૂ થશે. આ ભાવમાં બીરાજમાન ગુરૂની દૃષ્ટી 6 અને 8માં ભાવમાં પડશે આથી દુર્ઘટના બીમારીના યોગ સર્જાશે. કોર્ટ કચેરીથી દૂર રહેવુ.
કુંભ રાશિ
11માં ભાવનું ગોચર તમારા માટે શુભ છે. આ રાશિમાં ગુરૂ ધન અને લાભ સ્થાનનો સ્વામી બને છે આવક વધશે. મહેમાનો આવતા જતા રહેશે. સારો પ્રસંગ ઉકેલી શકશો.
મીન
મીન રાશી નો માલિક નીચ રાશિ મકરમા ગુરુ ચાલે છે આરોગ્યને લગતા ખરચ કરાવે . વાદવિવાદથી દુર રહેવુ ખોટા આકસ્મિક ખરચા કરાવે