Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારો શુક્ર પાવરફૂલ છે કે નહિં, જાણી લો અને ન હોય તો કરો આ પ્રમાણે ઉપાય

શુક્રને ભોગ અને વિલાસ, કલા, પ્રેમ, આકર્ષણ તથા સૌંદર્યનો ગ્રહ કહેવામાં આવે છે. શુક્ર મનુષ્યને પ્રેમ, રોગ અને વિષય વાસનાઓમાં ડૂબાડીને રાખી શકે છે.તો બીજી બાજુ માતૃત્વનો પણ પ્રતિક છે. ભારતીય જ્યોતિષ ગ્રંથોમાં તેને કામવાસનાનો પ્રતિક ગણાવાયો છે. શુક્ર દેવ એક આંખ વાળા છે. અશુદ્ધ આચરણ કરવાવાળા છે. રાશિઓની વાત કરીએ તો વૃષભ અને તુલા રાશિના સ્વામી છે. શુક્ર ગ્રહને સૌર મંડળમાં બૃહસ્પતિ પછી બીજા નંબરનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. સ્વભાવથી શુક્ર, કામુક, સ્વાર્થી, વિલાસી, સંગીત, ગાયન તથા કાવ્ય અનુરાગી, સ્ત્રી પ્રિય, જળતત્ત્વ પ્રધાન, રજોગુણી યુવા વસ્થાવાળો, સ્ત્રી ગ્રહ છે. શુક્રનો અંક 6 છે. કુંડળીમાં જે લોકો માટે શુક્રની પકડ મજબૂત હોય છે તે કામક્રીડામાં તલ્લીન રહે છે. કામુક ચેષ્ટાઓમાં તેનું મન રમે છે. નાચગાનના શોખિન, સુંદર વસ્ત્ર પહેરવાવાળા, આભૂષણોના શોખિન અને સજી ધજીને રહેનારા છે.

અંક 6 શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્રના સારા અને ખરાબ સ્વભાવથી પત્ની અને પ્રેમિકાના સુખ તથા સ્ત્રી વર્ગથી લાભ મળે છે. બળવાન શુક્ર વાળા જાતક ધનવાન, વેપારી, વાહન સુખ પ્રાપ્ત કરનારા, રૂપવાન, સુંદર તથા કામેચ્છાથી ભરેલા હોય છે. આ ગ્રહ વીર્ય, ત્વચાનો રંગ, હાવભાવ અને આકર્ષણનો કારક છે.

શુક્ર ગ્રહની વિવિધ સ્થિતિઓ અનુસાર વ્યક્તિને આ બધું પ્રાપ્ત થાય છે. જેવી પત્ની- પ્રેમિકા, ઉચ્ચ સ્તરનું રહન સહન, ભોગ- વિલાસ, મદિરાપાન, સંગીત, મોટો વેપાર, મનોરંજન, હોટલ વ્યવસાય, પૃથ્વીમાં દટાયલું ધન, લોટરી, ખજાનો તેમજ અચાનક ખ્યાતિ તેને સહજતાથી મળે છે. કવિતાઓ કરનારો, કલાનો ઉપાસક, હોય છે. જો શુક્ર અશુભ હોય તો વ્યક્તિ પ્રેમ રોગી, સ્ત્રી સંસર્ગથી હાનિ ઉઠાવનારો, મૂત્રાશય અને આઁખો તથા ચર્મ રોગી તથી મૈથુન રોગી હોય છે.

પ્રભાવશાળી શુક્ર હોવાથી વ્યક્તિ કિશોરાવસ્થાથી જ સ્ત્રી પ્રેમી, ગોળ ચહેરો અને ઘુંઘરાળા વાળ વાળો, ધનવાન અને ઓપોઝિટ સેક્સ સાથે હરવા-ફરવાનો શોખિન હોય છે. આધુનિક જગતમાં મનોરંજન સ્થળો, કેબરે, થિએટર, રેડિયો, ટીવી અને ફિલ્મ જગતમાં શુક્ર પ્રધાન પુરુષ અને મહિલાઓ છવાયેલા જોવા મળે છે. આ ગ્રહ એક બાજુ વ્યક્તિને અભિનેતા, નાટકકાર, કવિ, ઉપન્યાસકાર, ગાયક, ચિત્રકાર, વેપારી, રાજનેતા અને પ્રેમાળ સ્વભાવનો બનાવે છે. તો તેનો પ્રભાવ જાતકને જ્યોતિષી, તાંત્રિક, જાદૂગર, કોષાધ્યક્ષ, ચોર, કંદોઈ, હોટલ સંચાલક, હીરા અને ચાંદીનો પારખુ વેપારી અને સુંગધિત પ્રસાધનોનો વ્યવસાયી બનાવે છે.

પ્રભાવહીન શુક્રથી નિષ્ફળ પ્રેમ, સ્ત્રીથી છેતરપિંડી, નિર્બળ કામેચ્છા ધરાવતો, વિવાહ વિચ્છેદ અથવા સ્ત્રી દ્વારા ત્યાગી દેવાયેલો જોવા મળે છે. ભૌતિક જગતમાં શુક્રનો પ્રભાવ સફળતા માટે અનિવાર્ય છે. કારણ કે તમામ પ્રકારના સાંસારિક સુખ, ભોગ- પિપાસા અને દૈનિક જરૂરિયાતની પૂર્તિ શુક્ર દ્વારા થાય છે. એનો પ્રભાવ વધારવા હીરા ધારણ કરવા તથા લક્ષ્મીની સ્તુતિ કરવાથી શુભ ફળ મળે છે. નિત્ય શિવની પૂજા અને આરાધના કરવાથી પણ શુક્ર પાવરફૂલ બને છે. શુક્ર જો પ્રભાવહીન હોય તો વ્યક્તિ નિરસ હોય છે. એકાન્તમય, ઉપહાસનું પાત્ર બનતો, સુખ અને સુવિધાઓથી હીન, ગરીબી તથા ફકીરીના માહોલમાં પેદા થાય છે. શુક્રનો પ્રભાવ જિંદગીમાં 24 વર્ષથી 42 વર્ષની વચ્ચે જોવા મળે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111322171
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now