Gujarati Quote in Thought by Raaj

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતંગ

ખબર નહીં શુ ખાસિયત હતી એ પતંગ માં પણ એની દોર હાથમાં આવતાંજ કઇક કનેક્શન થઈ ગયું .સફેદ રંગ ની એ પતંગ હજારો અગાસીઓ ફરી ને મારા હાથ માં આવી .તેની એકદમ લાલ ટામેટા જેવી દોરી ને ખેંચતા આવતો સડ-સડ અવાજ મને કઇક કહેવા માંગતો હતો . આખરે એ મારા હાથમાં આવી જ ગઇ . ખરીદનારે તેની કિંના બાંધવામાં એક એક mm નું ધ્યાન રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું .આજુ બાજુ ની અગાસી વાળા છોકરાઓ તેમની લોભામણી નજર થી જોઈ રહ્યા હતા . હું પણ જાણે કોઈ જંગ જીતી ગયો હોય તેવા હાવભાવ આપી રહ્યો હતો .સુરજ ઢળી રહ્યો હતો . ઉતરાણ નો તહેવાર પૂર્ણ થવાને આરે હતો . હવે ફરી પતંગ ચગાવવા માટે 365 દિવસ ની રાહ જોવી પડે તેમ હતી .માટે સમય બગડ્યા વિના મારી ધારદાર દોરી તે પતંગ ની કિંના સાથે બાંધી આંચકા મારવાનું શરૂ કર્યું . ઘણા પ્રયત્નો કરવા છતાં એ પતંગ આકાશ માં ઉડી ના શકી . કદાચ આજે તેનું મન ભરાઈ ગયું હશે .આજે એ પતંગ પાછી આકાશ માં જવા ઈચ્છતી ન હતો . કદાચ તે થોડી ઘભરાઈ ગયેલ હતી . અને કેમ ન ઘભરાઈ, હજારો પક્ષી ઓ ની મોત તેણે પોતાની નરી-આંખે જોયેલી હતી. મેં ધ્યાન થી જોયું એ દૂધ જેવી સફેદ પતંગ પર આપો આપ કઇક લખાઈ રહ્યું હતું .

હૈ માસૂમ પક્ષીઓ,
ગુનેગાર છીએ અમે તમારા ,
આકાશ પર અમારો અધિકાર નથી,
આતો શોખ છે માનવી નો,
બાકી અમારો પણ કોઈ વાંક નથી .

Gujarati Thought by Raaj : 111321841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now