ઘણાં લોકો મને પૂછે કે, તમે આ નવી નવી વાર્તાઓ લાવો ક્યાંથી ? આ બઘું મગજમાં આવે કેવી રીતે ?
હું બસ, એક સ્મિત ફરકાવી દઉં જવાબમાં, એમાં મારી સારી ફાવટ છે અહીં એક આડ વાત કે મારી આંગળીઓ બહું બોલકી છે...એ ટાઈપ કરી જાણે બાકી જીભ તો આળસુની પીર છે! ☺
આજ સવારની જ વાત કરું. હું મારા dear hubby સાથે ક્લિનિક જવા ઘરેથી નીકળી જ હતી. રેડિયો પર એક સરસ ગીત ચાલી રહ્યું હતું,
“ इस जिंदगी के दिन कितने कम हैं
थोड़ी सी खुशियां और कितने गम हैं
लगजा गले से ऋत है सुहानी..."
ગીત બંધ થયું અને રિંગ વાગી. કોઈનો કૉલ હતો. કોલ રીસિવ કર્યો. સામે એક સંસ્થાના પ્રમુખ અને અમારા ફેમિલી ફ્રેન્ડ જેવા એક મિત્ર હતાં. એમને ત્યાં સાંજે જમવા જવા નિમંત્રણ હતું. ગાડીમાં બ્લૂ ટૂથ ઓન હોય એના થકી કૉલ રિસિવ કરો એટલે આખી ગાડીમાં સામેવાળાની વાતો સંભળાય હવે, મારા એમને મજાક કરવાની ટેવ, એમણે સામે પૂછ્યું,
“પ્રસંગ શું છે, લ્યાં? તારા લગ્નમાં જમવા નહતો બોલાવ્યો એટલે, હવે ફરી પરણે છે?”
“એ મારા બાપ ત્રણવાર તો પરણ્યો, હવે કેટલીવાર યાર?”
“એલા તું ત્રણ ત્રણ વાર ક્યારે પરણી ગયો...મને તો ખબર જ નથી..!” પતિદેવને નવાઈ લાગી.
“ક્લિનિક છોડીને બાર નીકળો કોક ' દી તો ખબર પડે ને!”
વેલ પછી એ લોકોની ચર્ચા આગળ ચાલી હશે...મને બધું સંભળાતું બંધ થઈ ગયેલું અને વાતોના આટલા ટુકડામાં મને કેટલીક ના કહેલી વાતો પણ દેખાઈ ગયેલી....આ વાર્તાલાપમાં મને સરસ વાર્તા દેખાઈ...હાસ્ય અને કરુણતા ભરેલી વાર્તા બોલો...😂
જો તમે પણ લખવા ઇચ્છતા હો તો આમ આસપાસ ઘટતી ઘટના તરફ લેખકની નજરે ધ્યાન દેતા રહેવું...👍
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ 🙏