Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#


તમે માનો છો કે કર્મનું ફળ મળે જ ? હું તો માનું છું કે ચોક્કસ આ જન્મે જે કર્મ કર્યા હોય તેનું ફળ આ જ જન્મે ભોગવવું પડે છે.   ગીતામાં પણ કહ્યું જ છેને કે કર્મ એનું ફળ ચોક્કસ આપે છે. ભગવાન તો છે કે નહીં તે ખબર નથી માટે જ એનાં થી ડરવાની જગ્યા એ તમે કરેલાં કર્મ થી ડરો. જેવું કરો એવું ભરો... એટલે જ કહ્યું છે  "बोया पेड़ बबूल का आम कहां से होय"  કેરી ખાવી હોય તો આંબો જ વાવવો પડે. 

પણ ખબર નહીં આપણે બધા આ કર્મના ગણિત ને સમજીને પણ અણસમજુ જેવો વ્યવહાર કરીએ છીએ. 


કર્મનું ગણિત બહુ જ સરળ છે કે કોઈ ને તકલીફ ન આપવી, તેમજ કોઈ તકલીફ આપે તો પણ એને હમેંશા આશીર્વચન જ પાઠવવા. તમને થશે એમ થોડી થાય પણ હા એ કરવા પ્રયત્ન કરજો ચોક્કસ તમને શાંતિ તો મળશે જ સાચે એ સારા કર્મમાં ગણાશે. લોકો તમારા કામ થી જ તો તમને ઓળખે છે, તમે બીજા સાથે કેવું વર્તન કરો છો તે પણ તમારા રૂપનો એક ભાગ છે. તમે દેખાવે ખૂબ જ સુંદર હો પણ તમે હંમેશા બીજાને તકલીફ દઇ રાજી રહેતાં હો તો એ કર્મ તમને અસર કરશે જ. કર્મ રાજા હોય કે રંક કોઈને છોડતું નથી. (#MMO )


ગયા જન્મના કર્મ જેવું પણ કંઈ જ હોતું નથી. જે છે એ આ જ જન્મે પૂરું કરવાનું હોય છે. જેવું કર્મ કરશો એવી જ ફળ મળશે તે નક્કી જ છે પણ એ વિચારી ને કર્મ નહીં કરવાનું કે ફળ તરત મળી જશે. ક્યા કર્મનું ફળ ક્યારે મળશે તે તમને ખબર જ નહીં પડે . કર્મ સારા હશે તો ગમે તેવો મુશ્કેલ રસ્તો સરળતા થી પાર કરી દેશો. આપણે એમ કહીએ છીએ ને ઘણી વખત કે નસીબદાર છે કે ભાગ્યશાળી છે તો નસીબ અને ભાગ્ય બને કર્મ સાથે જોડાયેલ જે હોય છે. જેમનાં કર્મ સારા એનું ભાગ્ય જોરમાં. કર્મ સાથે તમારી નિયત અને દાનત જોડાયેલ છે. કોઈ સાથેનો વ્યવહાર જ કર્મ નથી તમારા વિચારો, તમારી નિયત પણ એમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. કહેવાય છે ને કે ભગવાનની લાકડીમાં વાગે વધુ અવાજ ઓછો આવે અને "भगवान के घर देर है अंधेर नहीं"  એટલે એ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે મોડું કે વહેલું.

કર્મની એક ખાતાવહી જ હોય છે જેમાં જમા ઉધાર થયા રાખે છે અને અંતમાં જ્યારે ચોપડામાં બંને બાજુ સરખી થઈ જાય ત્યારે જ આ જીવન સમુ ચોપડો પૂરો થઈ જાય છે. 

{#માતંગી }

Gujarati Blog by Matangi Mankad Oza : 111320900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now