Daily Do This Simple Measures
રોજ કરો 9 એકદમ સરળ ઉપાય, જીવનની પ્રત્યેક પરેશાની થશે ઝડપથી દૂર
તંત્રશાસ્ત્ર અને જ્યોતિષમાં અનેક નાના-મોટા ચમત્કારી ઉપાય બતાવવામાં આવ્યા છે, જેને વિશ્વાસથી કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થઈ શકે છે. મોટાભાગના લોકો આવા ઉપાયો વિશે જણતા નથી અને જો જાણતા હોય તો તેની પર વિશ્વાસ કરતાં નથી. જેથી આ ઉપાયો પર વિશ્વાસ કરવા માટે જરૂરી છે કે તમે પોતાની પર વિશ્વાસ કરો.
જ્યોતિષ મુજબ જો આ ઉપાય સાચા મનથી કરવામાં આવે તો બહુ ઝડપથી તેનો સકારાત્મક પરિણામ જોવા મળે છે. જેથી આજે અમે તમને એવા 9 ઉપાય વિશે જણાવીશું.
1- ભોજન માટે બનાવવામાં આવતી રોટલીમાંથી પહેલી રોટલી ગાયને આપવી. ધર્મગ્રંથો મુજબ ગાયમાં બધાં જ દેવતાઓ નિવાસ કરે છે. જો રોજ ગાયને રોટલી આપવામાં આવે તો બધાં જ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.
આગળ વાંચો અન્ય ચમત્કારી સરળ ઉપાયો વિશે......
2- રોજ સવારે ઉઠીને તમારી હથેળીઓને થોડીવાર જોઈને તમારો હાથ ત્રણવાર મોઢા પર ફેરવો. ધર્મગ્રંથો મુજબ હથેળીના અગ્ર ભાગમાં મા લક્ષ્મી, મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળ ભાગમાં (મણિ બંધ)માં ભગવાન વિષ્ણુનું સ્થાન હોય છે. જેથી રોજ સવારે ઉઠીને પોતાની હથેળીઓને જોવાથી ભાગ્ય ચમકી ઉઠે છે.
3- જો તમે એવું ઈચ્છો છો કે તમારી કિસ્મતના દ્વાર ખુલે તો રોજ કીડીઓને ખાંડ મિક્ષ કરેલો લોટ ખવડાવો. આવું કરવાથી તમારા પાપ કર્મો દૂર થશે અને પુણ્ય કર્મોમાં વધારો થશે અને આ પુણ્ય તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે.
4- ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓને રોજ ફુલ અર્પણ કરીને તેમનું શ્રૃંગાર કરવું. આ વાતનું ધ્યાન રાખવું કે ફુલ તાજા હોય. સાચા મનથી દેવી-દેવતાઓને ફુલ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થઈ જીવનની દરેક મુશ્કેલીઓ સરળ કરે છે.
5- ઘરને સાફ રાખો. રોજ સવારે ઝાડુ-પોતા કરો. સાંજે ઘરમાં ઝાડુ-પોતા ન કરવા. કારણ કે આવું કરવાથી મહાલક્ષ્મી રિસાઈ જાય છે જેથી આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
6- તમારા ઘરની આસપાસ કોઈ એવી નદી, તળાવ પાસે જવું જ્યાં બહુ બધી માછલીઓ હોય. ત્યાં રોજ જઈને માછલીઓને લોટ ખવડાવો. લક્ષ્મીજીને ખુશ કરવાનો આ એક ફળદાયી ઉપાય છે. નિયમિત રીતે લોટ ખવડાવવાથી તમારી તમામ પરેશાની આપમેળે દૂર થઈ જશે.
7- દરરોજ સવારે ઘરમાંથી બહાર નિકળતા પહેલાં તમારા માતા-પિતા અથવા તમારા વડીલોના આશીર્વાદ લઈને ચરણ સ્પર્શ કરો. આવું કરવાથી તમારી કુંડળીના તમામ વિપરિત ગ્રહોની ખરાબ અસર દૂર થશે અને શુભ ફળ પ્રાપ્ત થશે.
8- દરરોજ સવારે પીપળાના વૃક્ષને એક લોટો પાણી અર્પણ કરવું. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.આવું રોજ કરવાથી વિષણુજી પ્રસન્ન થઈને મનગમતું ફળ પ્રદાન કરે છે.
9-બહારથી જ્યારે પણ તમે ઘરમાં પ્રવેશ કરો તો ક્યારેય ખાલી હાથ ન જવું. ઘરમાં હમેશા કંઈકને કંઈક લઈને જ પ્રવેશ કરવો. પછી ભલે ને વૃક્ષનું પાન હોય.