નવગ્રહની ઉપાસના કરો આ 9 મંત્રોથી, જીવનનું દરેક સુખ થશે પ્રાપ્ત
દરેક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન ગ્રહપીડા ભોગવવી જ પડે છે. ગ્રહનું જ્યારે રાશિ પરિવર્તન થાય ત્યારે પણ તેની સારી તેમજ ખરાબ અસર જાતકના જીવન પર પડતી હોય છે. સારી અસર વ્યક્તિને લાભ કરાવે છે જ્યારે ખરાબ અસર વ્યક્તિને ભયંકર નુકસાન પણ કરાવી શકે છે. આવા સમયમાં જે ગ્રહ ખરાબ અસર કરતો હોય તેની આરાધના કરવાથી તેની માઠી અસરને ઘટાડી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ દોષને શાંત કરવાના કેટલાક ઉપાયો પણ દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવામાં ખર્ચ થાય છે અને વળી તેના માટે થોડા જ્ઞાનની પણ જરૂર છે. યોગ્ય વિધિથી કરવામાં આવે તો જ ગ્રહશાંતિના ઉપાય ફળ આપે છે. આવામાં જો તમારે આ સમસ્યાનો સરળ ઉપાય મેળવવો હોય તો તે છે મંત્રજાપ. મંત્રજાપ કરવાથી પણ ગ્રહદોષ શાંત કરી શકાય છે. નવ ગ્રહોના નવ મંત્રનું વર્ણન શાસ્ત્રોમાં મળે છે જેનો જાપ કરવાથી ગ્રહ પીડા શાંત થાય છે અને જીવનના તમામ સુખ પ્રાપ્ત કરી શકાય છે. તો નોંધી લો આ મંત્ર તમે પણ.
સૂર્ય મંત્ર
ॐ હ્રીં હ્રોં સૂર્યાય નમ:
ચંદ્ર મંત્ર
ॐ એં ક્લીં સોમાય નમ:
મંગળ મંત્ર
ॐ હૂં શ્રી મંગલાય નમ:
બુધ મંત્ર
ॐ એં શ્રીં શ્રીં બુધાય નમ:
ગુરુ મંત્ર
ॐ હ્રીં ક્લીં હૂં બૃહસ્પતયે નમ:
શુક્ર મંત્ર
ॐ હ્રી શ્રીં શુક્રાય નમ:
શનિ મંત્ર
ॐ એં હ્રીં શ્રીં શનૈશ્વરાય નમ:
રાહુ મંત્ર
ॐ એં હ્રીં રાહવે નમ:
કેતુ મંત્ર
ॐ હ્રીં એં કેતવે નમ:
આ નવ મંત્રમાંથી જાતકે પોતાને અનુકૂળ ન હોય તે ગ્રહના મંત્રનો જાપ નિયમિત રીતે કરવો જોઈએ. સવારે સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ જાતકે રોજ ઓછામાં ઓછી એક અને શક્ય હોય તો પાંચ માળા ગ્રહ મંત્રની કરવી. નિયમિત મંત્રોનો જાપ કરવાથી ધન-વૈભવ અને સુખ-શાંતિ પરત મળે છે.