Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jyotish Mythology Behind Hair Comb

સૂરજ ડૂબ્યા પછી વાળમાં કાંસકો કેમ ન ફેરવવો જોઈએ? આવું કેમ ?

ભારતીય સમાજમાં આજે પણ કેટલીક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે કેટલાક લોકો આ પરંપરાઓને અંધવિશ્વાસ ગણાવતા હોય છે પરંતુ તેની પાછળ ઘણા કારણો જોડાયેલા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે વાળને જ લેવામાં આવે તો આજે પણ ઘણા ઘરોમાં માતાઓ પોતાની પુત્રીઓને રાતના સમયે વાળમાં કાંસકો ફેરવવાની ના પાડે છે, અને વાળ છુટ્ટા ન રાખવાનું કહેવામાં આવે છે. આજે જાણો વાળ સાથે જોડાયેલી કંઈ છે એ માન્યતાઓ...

સૂર્યાસ્ત પછી વાળમાં કાસકો ન કરવોઃ-

બાબતે એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ખરાબ આત્માઓ બહાર આવી જાય છે, અને જે છોકરીઓના લાંબા અને સુંદર વાળ હોય છે તેમને તેઓ પોતાના શિકાર બનાવી દે છે.

આગળ વાંચો વાળને ખુલ્લા કેમ ન રાખવા જોઈએ...

વાળને ખુલ્લા ન છોડોઃ-

રાતે વાળને ખુલ્લા ન છોડવા જોઈએ. સૂર્યાસ્ત પછી છોકરીઓએ ચોટલી બનાવી દેવી જોઈએ કે પછી બાધી દેવા જોઈએ. તેનાથી પરિવારવાળા માટે ખરાબ માનવામાં આવે છે.

તૂટેલા વાળને ધ્યાનથી ફેંકોઃ-

વાળને ખોલ્યા કે ખેંચ્યા પછી હંમેશા વાળને યોગ્ય જગ્યાએ જ ફેંકવા જોઈએ, નહીં તો વાળ કોઈ ખોટા માણસના હાથે લાગી જાય તો તે તેનો ખોટો ઉપયોગ કરી જાદુ-ટોણા માટે કરે છે.

પૂનમના દિવસે વાળમાં કાસકો ફેરવો તોઃ-

એવું માનવામાં આવે છે કે પૂનમે અર્થાત્ ચાંદની રાતમાં વાળને જો તમે બારીમાં ઊભા રહીને કાંસકો ફેરવવામાં આવે તો તમે પોતે જ આત્માઓને બોલાવી રહ્યા છો.

માસિક ધર્મ દરમિયાન વાળને ન ધુઓઃ-

પિરિયડ્સ અર્થાત્ માસિક ધર્મ દરમિયાન વાળને ન ધોવા જોઈએ કારણ કે તેનાથી તે છોકરી પાગલ થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે જો માસિક ધર્મ દરમિયાન વાળને રાતે ધોવામાં આવે તો તેનાથી બ્લડ લોસ વધુ થશે અને તમે બીમાર પણ પડી શકો છો.

કાંસકો પડવોઃ-

વાળને ખેંચતી વખતે જ જો તમારા હાથેથી કાંસકો પડી જાય તો એવું માનવામાં આવે છે કે તમને કોઈની ખરાબ નજર લાગી છે.

વાળને ગમે ત્યાં ન ફેંકોઃ-

એવું માનવામાં આવે છે કે વાળ ખર્યા પચી વાળને ઘરમાં આમ-તેમ ન ફેંકો, તેનાથી ઘરમાં પરિવારવાળાની વચ્ચે ઝઘડાઓ વધે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111319439
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now