આ વ્યક્તિએ કંજુસાઈમાં ગુમાવ્યો સ્વર્ગ પ્રાપ્તિનો અવસર
પ્રાચીન સમયમાં એક બહુ જ કંજૂસ વ્યક્તિ રહેતો હતો. તેની આખી જિંદગીમાં તેણે કોઈને કઈં આપ્યું નહોતું. પૈસા જ તેના માટે બધું જ હતું. મર્યા પછી પણ તે સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો છતાં ન જઈ શક્યો અને નર્કમાં સ્થાન મળ્યું. હવે તે પોતાની દયનીય સ્થિતિ વિશે રોતો રહેતો હતો. ઈશ્વરને તેમાંથી બહાર કાઢવા આજીજી કરતો રહેતો હતો.
એક દિવસ ઈશ્વરને દયા આવી ગઈ. તેણે તેને નર્કમાંથી કાઢવા માટે ઉપાય વિચારવા લાગ્યા. ઈશ્વરે ચિત્રગુપ્ત વિશે આ સંબંધમાં ચર્ચા વિચારણા કરી. આખરે એ કંજૂસને બહાર નિકાળવો કેવી રીતે તે તેના કર્મોના હિસાબ કિતાબનો ચોપડો તપાસવા લાગ્યા. જો કે તેમાંયે કઈં મળ્યું નહિં. આ કંજીસને નર્કમાંથી બહાર કાઢવો તો કાઢવો કઈ રીતે તે વિમાસણ થવા લાગી.
ઉંડાણ પૂર્વક તપાસતા ખબર પડી કે કંજૂસે એક વાર કોઈને સડેલું કેળું આપ્યું હતું. આથી ઈશ્વરે તેના એ પુણ્યને આધારે તેને બહાર કાઢવા માટે મનસૂબો કરી લીધો. ઈશ્વરે તેને એક લાકડી આપી. જેના સહારે તે નર્કમાંથી બહાર નિકળી શકે.
ઈશ્વર પાસેથી લાકડી મેળવીને કંજૂસ ભારે ખુશ થઈ ગયો. તે ઉપર ચઢવા લાગ્યો. તેને ઉપર ચઢતો જોઈે નર્ક ભોગવી રહેલા અન્ય લોકો પણ છડી પર ચઢવા લાગ્યા. આ જોઈને કંજૂસ તેમને નીચે ધકેલવા લાગ્યો. તે બૂમ બરાડા પાડીને કહેવા લાગ્યો કે આ લાકડી તો ઈશ્વરે મને આપેલી છે. તેથી તેના પર માત્ર મારો જ અધિકાર છે. તમે તેનો ઉપયોગ ન કરી શકો. પછી તો શું. આ રીતે સમય વીતી ગયો અને કંજૂસ પાછો નર્કમાં ધકેલાઈ ગયો. લાકડી ગાયબ થઈ ગઈ.
આ વાત આપણને એ શીખ આપે છે કે આપણે એ જ મેળવીએ છીએ જે આપણે બીજાને આપીએ છીએ. જો આપણે કોઈને કશું આપતા નથી તો આપણે કશું જ મેળવતા નથી. કંજૂસ લોકો ખુદ જીવનનો આનંદ ઉઠાવી શકતા નથી અને બીજાને પણ ઉઠાવવા દેતા નથી. તેથી તે તકલીફોમાં જ રહે છે. આ ઈશ્વરીય ન્યાય છે.