આ પાંચ ચમત્કારી વસ્તુને આજે જ રાખીદો પર્સમાં, ક્યારેય પૈસાની નહી આવે અછત
પૈસા કમાવાની મહેચ્છા દરેક વ્યક્તિને હોય છે એટલા માટે તે ભારે મહેનત કરે છે. પરંતુ લાખ કોશિશ કરવા છતાંય તેની પાસે પૈસા ટકતા નથી. સમુદ્ર શાસ્ત્રમાં જણાવામાં આવ્યું છે કે કેટલીક ખાસ વસ્તુ જો ખિસ્સામાં રાખવામાં આવે તો તેનાથી બરકત આવે છે. આ પાંચ વસ્તુ ખિસ્સામાં રાખવાથી તમારૂ ખિસ્સુ ક્યારેય ખાલી નહી થાય.
પર્સમાં અક્ષત રાખવાના પણ મોટા ફાયદા છે. કહેવાય છે કે પર્સમાં થોડા ચોખા રાખવાથી ખોટા ખર્ચ અટકે છે. પોતાના ખિસ્સામાં કમળના બીજ રાખવાથી પણ પૈસાની અછત નહી વર્તાય. માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. પોતાના બટવામાં ધનની દેવી માં લક્ષ્મીની તસવીર રાખો. માં લક્ષ્મીની કૃપાથી તમારૂ પર્સ ક્યારેય ખાલી નહી રહે. સાથો સાથ વધુ પૈસ રળવાના અવસરો પણ ઉભા થશે.
ખિસ્સામાં શ્રીયંત્ર રાખવાથી પૈસા સાથે જોડાયેલ કામોમાં ફાયદો મળે છે. તેને હંમેશા પોતાના પર્સમાં રાખો. પર્સમાં નાનો ગ્લાસ રાખવાથી પણ ધનની બચત થાય છે.
મનોરોગની સમસ્યા દુર કરવા માટે હળદરવાળા દુધમાં પોતાનો પડછાયો જોઇ કોઇ પણ કાળા શિવલિંગ પર ચઢાવો. પ્રેમ સંબંધને સારો બનાવવા માટે લક્ષ્મી મંદિરમાં કેસરનું અત્તર ચઢાવો. ધન સંબંધિત સમસ્યાથી બચવા માટે પીળા કપડામાં સિક્કો બાધીને વિષ્ણુ મંદિરમાં દાન કરો. દુર્ભાગ્યથી બચાવા માટે ભેરવ મંદિરમાં કેસર અને દુધ ચઢાવો.
આંખોની કોઇ પણ સમસ્યાથી બચવા માટે સફેદ શિવલિંગ પર ચઢાવેલ પાણીથી આંખો ધુઓ. શારીરિક કષ્ટથી મુક્તિ માટે રાતરાણી અત્તરમાં ચમેલીના તેલના ચૌમુખી દીવો ગણેશજીની સામે પ્રગટાવો. દાંપત્ય જીવનમાં કષ્ટથી મુક્તિ માટે ભગવાન લક્ષ્મી નારાયણના મંદિરમાં દહીં અને કમળનું ફૂલ અર્પણ કરો.