Gujarati Quote in Poem by Taran_Goswami

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધરી જામ, આંખો શરાબી કરી ગઈ,
નજર એની જાણે મને આંતરી ગઈ.

મેં રોકી હતી સાંજને પણ ક્ષિતિજે,
અપેક્ષિત મિલનની ક્ષણો છેતરી ગઈ.

ને પગરવ થયો પાંદડાં પર અચાનક,
ક્ષણો સૌ પ્રતીક્ષાની સર સર સરી ગઈ.

કહ્યું જ્યાં મને,"કેમ છે?" પ્રેમથી તેં,
હતી જે બધી રીસ એ ઊતરી ગઈ

ભરી બાથ ચૂમ્યા હતા તેં અધરને,
સુગંધિત અસર શ્વાસની સાંભરી ગઇ
Anami

Gujarati Poem by Taran_Goswami : 111317895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now