" લાગણીઓ એટલે...."
--------------------------ઇસબ મલેક "અંગાર"
જેને કોઈ આકાર નથી હોતો.....,
છતાં એ દેખાય આવે એ લાગણીઓ....,
તેને કોઈ ગંધ નથી...કે નથી કોઈ
સુગંધ..,
તો પણ તુરત ફેલાય જાય એ લાગણીઓ,
એમ તો એમાંથી કોઈ અવાજ,કે ધ્વનિ નથી થતો..,
અને વગર અવાજે...પણ,
સ્પષ્ટ સંભળાય એ લાગણીઓ...,
જિંદગીમાં કોઈ સમયે..એવા મોડ પણ આવે..,
કે વ્યક્ત કરવાના શબ્દો ના પણ મળી શકે,
ત્યારે......,
મૌન બનીને પણ ..,
ઘણું ઘણું કહી જાય..તે લાગણીઓ..,
પાછી અજાયબ જેવી વાત,
કહેવાય છે કે, લાગણીઓ હદયમાં વસે છે..!
પણ...,
હજુ સુધી કોઈ હાર્ટ સર્જરી ના રિપોર્ટમાં
એ દેખાણી નથી...,
એમ તો...., એને અન્યાય પણ બહુ થયો છે,
ઓલિમ્પિક્સ ના ખેલમાં
એ રમત સામે પણ "રમત" રમાય ગઈ...,
નહિતર જગતમાં સૌથી વધારે ..
ખેલ તો આ લાગણીઓ સાથે જ
ખેલાય છે..! અને ખેલ નું
ઓલિમ્પિક્સ માં નામ જ નહીં.!
એ...
ક્યારેક ખૂબ હસાવે...,
ક્યારેક ખૂબ રડાવે...,
આ જોઇ લે "અંગાર",
એ કેવા કેવા ખેલ ખેલાવે..!
છતાં એક વાત નક્કી દોસ્ત..,
આ કમબખ્ત....
લાગણીઓ જ ..
માણસને " માણસ" બનાવે..!!
------------------