Tradition About Success In Daily Life
ઘરથી બહાર પગ મૂકતાં પહેલાં કરો આ પાંચ કામ, સફળ થશે ધારેલું કામ
શાસ્ત્રો પ્રમાણે ઘરેથી બહાર નિકળતા પહેલાં દહીં ખાવું, માતા-પિતાના આશીર્વાદ લેવા, તુલસીના પાન ખાવા, જમણો પગ પહેલાં ઘરની બહાર મૂકવો, ઘરના મંદિરમાં ભગવાનના દર્શન કરવા જેવા કાર્યો સફળતાના કારક બતાવવામાં આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે જો શરૂઆત સારી થાય તો બધુ સારું જ હોય છે. આ વાતનું ધ્યાનમાં રાખતા પ્રચીનકાળથી જ દિવસની શરૂઆત સારી કરવા માટે કેટલીક પરંપરાઓ બનાવવામાં આવી છે. ઘરેથી નિકળતા પહેલા આ નાના-નાના કામ કરવાથી દિવસભરના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ મન પ્રસન્ન રહે છે અને આપણે ઊર્જાવાન બની રહીએ છીએ. અહીં એવા પાંચ કામ બતાવવામાં આવી રહ્યા છે જેને દરરોજ કરવાથી તમને નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે અને ખરાબ સમય તમારાથી દૂર જ રહેશે.
આગળ જાણો આ ખાસ 5 પરંપરાઓ વિશે......
દહીં ખાઈને નિકળવું-ક્યાંય પણ જતાં પહેલાં ઘરેથી દહીં ખાઈને નિકળવું જોઈએ. આ પરંપરા ઘણાં જુના સમયથી ચાલતી આવે છે. દહીંને પવિત્ર માનવામાં આવે છે. આ જ પવિત્રતા અને સ્વાદથી મન પ્રસન્ન થઈ જાય છે. આ જ કારણે દહીંને પૂજાની સામગ્રીમાં પણ સામેલ કરવામાં આવે છે. ઘરથી નિકળતા પહેલાં દહીં ખાવાથી નકારાત્મક વિચારો નષ્ટ થઈ જાય છે અને કાર્ય પ્રત્યે સકારાત્મક સોચ બને છે.
ઘરના મંદિરમાં ભગવાનના દર્શન કરવા- ઘરના મંદિરમાં વિરાજિત દેવી-દેવતાના દર્શન દરરોજ કરવા જોઈ. ઘરેથી નિકળતા પહેલા એકવાર ભગવાન સમક્ષ સફળતાની પ્રાર્થના કરવામાં આવે તો નિઃસંદેહ વ્યક્તિનો દિવસ શુભ રહે છે. ભગવાનની કૃપા બની રહે છે અને અશુભ સમય દૂર રહે છે.
તુલસીના પાન ખાઓઃ- સામાન્ય રીતે તુલસીનો છોડ બધાના ઘરમાં હોય. છે. શાસ્ત્રો પ્રમાણે તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીની પૂજા દરરોજ કરવામાં આવે છે ત્યાં મહાલક્ષ્મીની કૃપા બની રહે છે. રૂપિયા સાથે સંબંધિત પરેશાનીઓ તે ઘરમાં નથી રહેતી. તુલસી એક ઔષધીય છોડ છે. દરરોજ તુલસીના પાન ખાવાથી રોગોથી બચાવ થાય છે. સાથે જ તુલસીથી પ્રાપ્ત થતુ પુણ્ય લાભ પણ આપે છે.
સૌથી પહેલા જમણા પગને ઘરની બહાર રાખો- કોઈપણ કામની શરૂઆત જમણા હાથ અને જમણા પગને આગળ રાખીને કરવાથી સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો મુજબ બધાં ધાર્મિક પૂજન કર્મો જમણા હાથથી કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ જ રીતે ઘરથી નિકળતી વખતે જમણો પગ પહેલાં બહાર નિકાળવાથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આ ઉપાય સકારાત્મક માનસિકતાને પ્રબળ કરે છે.
માતા-પિતા અને વડીલોના આશીર્વાદ લેવા- દરરોજ ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. જે લોકોથી તેમના માતા-પિતા પ્રસન્ન રહે છે તેનાથી બધા દેવી-દેવતા પણ પ્રસન્ન રહે છે. તેનાથી વિપરિત જે લોકો માતા-પિતાનું સન્માન નથી કરતા અને તેમને દુઃખ આપે છે તેઓ અનેક પરેશાનીઓમાં સદૈવ ગુંચવાયેલ રહે છે. આથી ઘરેથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગો અને આશીર્વાદ લો.