જાણો ટાઈગર રત્ન એટલે શું? કોણે ધારણ કરવું? તે ધારણ કરવાથી ક્યા- ક્યા થાય છે ફાયદા?
અત્યારના સમયમાં રત્નો વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. જે જાતક ગ્રહ, રાશિ, જન્માક્ષર, વગેરેમાં વિશ્વાસ કરે છે. તેઓ પોતાના ગ્રહોના દોષ નિવારણ હેતુ માટે થઈને વિવિધ પ્રકારના ઉપવાસ, મંત્રોજાપ વગેરે કરતા હોય છે. તે ઉપરાંત દોષ નિવારણ માટે થઈને જાતક પોતાના ગ્રહ-નક્ષત્રો અનુસાર રત્નો ગ્રહણ કરે છે. આપણે ઘણાં વ્યક્તિના હાથમાં વિવિધ રંગોના રત્નો જોયા હશે, તે રત્નને ઘણા વ્યક્તિ હાથમાં કડા તરીકે પહેરે, તો કોઈ આંગળીમાં વીંટી કરાવીને પહેરે છે.
ટાઈગર રત્ન એટલે શું?
જ્યોતિષ શાસ્ત્ર માને છે કે વ્યક્તિના કર્મની સાથે રાશિ અને તે સંબંધિત ગ્રહોનો સીધો પ્રભાવ જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા આપણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સરળ રીતે જાણી શકીએ છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. રત્ન જ્યોતિષ મુજબ, ‘ટાઈગર રત્ન’ સૌથી પ્રભાવી અને ઝડપી ફળ આપનાર રત્ન છે. આ રત્ન પર ટાઇગર (વાઘ)ની જેમ પીળા અને કાળા રંગના પટ્ટા હોય છે, તેના કારણે પણ આ સ્ટોનને ટાઇગર રત્ન કહેવામાં આવે છે.
ટાઈગર રત્ન ધારણ કરવાના ફાયદા
ટાઇગર સ્ટોન ગ્રહણ કરવાથી વ્યક્તિમાં ટાઇગર સમાન લક્ષણ ઉત્પન્ન થાય છે. તેને ધારણ કરવાથી તરત જ તેની અસર જણાય છે. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય અને તેના કારણે નોકરી-વ્યવસાયમાં વારંવાર અસફળતા પ્રાપ્ત થતી હોય. તે વ્યક્તિ દુઃખી જીવન પસાર કરી રહ્યો હોય તો ટાઇગર રત્ન ધારણ કરવો જોઈએ.
ટાઇગર રત્ન ધારણ કર્યા બાદ તમારામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે. ધારણ કર્યા બાદ સફળતા પ્રાપ્ત થશે. આ ઉપરાંત ટાઇગર જેવું આત્મબળ અને સાહસ કરવાની શક્તિ પ્રાપ્ત થશે. ટાઇગર સ્ટોનને ઉદાસ વ્યક્તિ તથા અસફળ વ્યક્તિનો સાથી માનવામાં આવે છે.
જે વ્યક્તિનું ભાગ્ય અજાગૃત છે તે જાતકના ભાગ્યને જાગૃત કરવા ટાઇગર સ્ટોન શુભ ફળ પ્રદાન કરે છે. ઘણી વખત વ્યક્તિનું ભાગ્ય જાગૃત નથી હોતું તો ક્યારેક વ્યક્તિ પોતે જાગૃત નથી હોતી એટલે કે તે વ્યક્તિ મહેનત કરવા ઇચ્છતી નથી. તો ઘણી વખત મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થતું નથી. આ વ્યક્તિને જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
કોણે ધારણ કરવું? ટાઇગર સ્ટોન ક્યારે ગ્રહણ કરવો ?
ટાઇગર સ્ટોન વરદાન સિદ્ધ છે. ટાઇગર સ્ટોનને પ્રાણ પ્રતિષ્ઠા કરી મધ્ય આંગળીમાં શનિવારના દિવસે ધારણ કરવામાં આવે છે.
ટાઇગર સ્ટોન કેવી પરિસ્થિતિમાં લાભદાયી ?
જન્માક્ષરમાં કે ઘરમાં કોઈ શુભ ફળ પ્રાપ્ત નથી થતો, એટલે કે તમારી કુંડળીમાં કોઈ ગ્રહ છે જે જાગૃત નથી, તો તેને જાગૃત કરવા માટે ટાઇગર મદદ કરે છે, જેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે. જન્માક્ષરમાં કુયોગ બની રહ્યાં હોય તો તે યોગના કુપ્રભાવોને દૂર કરવા માટે ટાઇગર રત્ન ધારણ કરો.
જો નિરંતર દેવું થયા કરતું જ હોય તો તે દેવાના મુક્તિ માટે શુક્રવારના દિવસે સિદ્ધ કરેલ સ્ટોનને લોકેટના રૂપમાં સફેદ દોરામાં ધારણ કરો. દુશ્મનોથી પીડા અનુભવતા હોય તો તે વ્યક્તિએ મંગળવારના દિવસે ટાઇગર રત્ન ધારણ કરવું. જે વ્યક્તિના લગ્ન ન થઈ રહ્યાં હોય કે સગાઇ પણ થતી નથી. તે વ્યક્તિએ ઋષિપંચમીના દિવસે હાથની પહેલી આંગળીમાં ટાઇગર રત્ન ધારણ કરવું.
નોંધ- ટાઈગર સ્ટોન તમારા જન્માક્ષર અને ગ્રહો મુજબ જાતકને લાભદાયી રહેશે