લોકો તમને ક્યારે અને કઈ વાતે નસીબદાર બનાવી લે એનું કાય નક્કી નહીં હોં, થોડા દાખલા આપું,
૧) તમારું કપાળ મોટું છે તો તમે ભાગ્યશાળી, પછી ભલેને આગળથી તમે ટકલા જ કેમ ના દેખાઓ!
૨)તમારા માથામાં ભમરી પડે તો તમે ભાગ્યશાળી, ભમરી એટલે જીવડું નહિ ભાઈ/બેન અટકો જરા, માથાનો ક્યાંકથી ઉપસેલો ઢીમચા જેવો ભાગ જ્યાંથી વાળ ઓળાય નહિ અને ઊભા ને ઉભા જ રહેતા હોય.
૩) હાથની હથેળીઓ ટુંકી તો બૌ જ ભાગ્યશાળી.
૪) હાથની આંગળીઓ લાંબી તોય તમે નસીબદાર, એનો મતલબ કોઈને આંગળી કરવામાં હોંશિયાર એવો નહિ હોં..
૫) હથેળીમાં, પગની પાનીમાં જેટલો ઊંડો ખાડો પડે એટલા તમે નસીબના ધની.
૬) પગના અંગૂઠા કરતા એની બાજુવાળી આંગળી લાંબી તો ઘરમાં તમારું જ રાજ ચાલવાનું.
૭) આંગળીઓના ટેરવે ચક્ર બને તો તમે લકી.
૮) નખનો કલર મસ્ત પિંક હોય અને એમાં સફેદ અર્ધ ચંદ્ર જેવો નવો નખ આવી રહેલો દેખાતો હોય તો પણ તમે નસીબના બળવાન.
૯) કેટલાક ગિરનારી સાધુ મહાત્મા મારા ઘરે આવતા, જ્યારે મારા દાદા જીવતા હતા, એવું કોઈ ઘરે આવે ત્યારે એમને પાણી આપવાનું મારું કામ રહેતું, મારું મોઢું જોઈને એ દરેક વખતે કહેતા દીકરીના માઉન્ટેન હાઈ છે, જીવનમાં ખૂબ પ્રગતિ કરશે, જ્યાં એ જશે ત્યાં પણ બધાનું ભાગ્ય બદલાઈ જશે..😁
હવે તમે કહો... તમારી નસીબદાર હોવાની નિશાનીઓ કઈ? 😂😂😂