Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં દેવી-દેવતાઓની આવી મૂર્તિની જો થાય પૂજા તો આવી પડે ભયંકર સંકટ

લગભગ બધા જ ઘરમાં દેવી-દેવતાઓની પ્રતિમા અથવા ફોટા સ્થાપિત કરવામાં આવે જ છે. પરંતુ ભગવાનના કેટલાક સ્વરૂપ શુભતા પ્રદાન નથી કરતા. વાસ્તુની માન્યતાનુસાર દેવી-દેવતાઓની કેટલીક પ્રતિમાઓના દર્શન કરવાથી જીવનમાં ભયંકર સંકટ આવી પડે છે
.
– દેવી દેવતાઓના દર્શન કરતી વખતે ક્યારેય તેમની પીઠના દર્શન ન કરવા. તેનાથી અશુભતાનો સંચાર થાય છે, ખાસ કરીને ગણેશજીની પીઠના દર્શન ન કરવા જોઈએ. કારણ કે તેમની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે.

– એક જ દેવી કે દેવતાના બે સ્વરૂપને મંદિરમાં સ્થાન ન આપવું જોઈએ. તેનાથી ગૃહ ક્લેશ વધી જાય છે.

– દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિને ઘરમાં ન રાખવું. તેને નદીમાં પ્રવાહીત કરી દેવું જોઈએ. તેમની પૂજા કરવાથી પણ નકારાત્મકતા ફેલાય છે.

– મંદિરમાં ભગવાનના શાંત, સૌમ્ય સ્વરૂપને જ સ્થાન આપવું જોઈએ. તેનાથી સકારાત્મક શક્તિનો સંચાર ઘરમાં થશે.

– ભગવાનની યુદ્ધ કરતી મુદ્રા કે વિનાશકારી સ્વરૂપને પણ ઘરમાં સ્થાન ન આપવું. ઉપરાંત ઘરમાં શનિ, રાહુ કે કેતુની પ્રતિમાને પણ સ્થાન ન આપવું.

– મંદિરમાં ભગવાનની પ્રતિમાને એકબીજાની સામે સ્થાપિત ન કરવી.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310745
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now