કાન ફરકવાથી પણ ઘરમાં આવી શકે છે મુશ્કેલીઓ, જાણો વિગતે
આટલું તો આપણે જાણીએ છીએ કે સમુદ્ર શાસ્ત્રમાં વ્યક્તિના આખા શરીર અંગે યોગ્ય રીતે જણાવવામાં આવ્યું છે. આજેસ અમે તમને તેમા આપવામાં આવેલી જાણકારી અંગે જણાવવા જઇ રહ્યા છીએ. ખાસ કરીને આપણે ઘણી વખત જોયું છે કે આપણા કેટલાક અંગ ફરકવા લાગે છે. કેટલાક લોકો તેને નજરઅંદાજ કરે છે. તો કેટલાક લોકો તેની પર ધ્યાન આપે છે અને વિચારે છે કે આખરે એવુ કેમ થાય છે અને તે થવાનો મતલબ શુ છે, તો આવો જોઇએ શુ કારણ છે.
– ડાબા કાનનું ફરકવું શુભ માનવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર આ સ્થિતિમાં વ્યક્તિને કોઇ શુભ સમાચાર મળવાના હોય છે. વ્યક્તિની મહેનતનો રંગ લાવનારી હોય છે.
– સમુદ્ર શાસ્ત્રમાં જમણા કાનનું ફરકવાને પણ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મોટા કદ વાળા વ્યક્તિછી મુલાકાતનો સંકેત છે. તે વ્યક્તિને મળીને તમને ઘણા લાભ હાંસલ થઇ શકે છે.
– કેટલીક વખત કાનની પાછળના ભાગનો ફરકવા લાગે છે. સામુદ્રિક શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ સ્થિતિમાં મિત્રોથી તમારુ અપમાન થવાનું છે.
– ડાબા કાનની સામે વાળા ભાગ પર તલ હોવું અપશુકન માનવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ એવા લોકોને જીવનસાથી મોટી મુશ્કેલથી મળે છે. તેમને એકલા રહેવાની આદત હોય છે.
સમુદ્ર શાસ્ત્રની માનીએ તો ડાબા કાનની પાછળ તલ હોવું અપશુકન છે. આવા લોકો ધનના લાલચી હોય છે. તેમને સાચા મિત્ર બનાવવા મોટી મુશ્કેલ હોય છે.