Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વખત ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા દ્વારકા ગયા, ત્યાં શ્રીકૃષ્ણે તેમનું ભરપૂર સ્વાગત કર્યુ, શું થયું જ્યારે અશ્વત્થામાએ શ્રીકૃષ્ણ પાસેથી માંગી લીધુ સુદર્શન ચક્ર

દરેક વ્યક્તિ પોતાની રોજી-રોટી માટે કોઈ ન કોઈ કામ જરૂર કરે છે. કેટલાક લોકો ઓછું કામ કરીને પણ વધુ લાભ મેળવવાની આશા રાખે છે તો કેટલાક લોકો ઈચ્છે છે કે તેમને કામ કર્યા વિના જ દરેક સુખ-સુવિધાઓ મળી જાય. મહાભારતમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અને અશ્વત્થામા સાથે જોડાયેલો એક આવો જ પ્રસંગ છે. આ પ્રસંગમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્રો પણ છુપાયેલા છે, જે આ મુજબ છે -
જ્યારે અશ્વત્થામા પહોંચ્યા દ્વારકા

એક વખત પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા દ્વારકા ગયા. ભગવાન કૃષ્ણે તેમનું ભરપૂર સ્વાગત કર્યુ અને તેમને અતિથિના રૂપમાં પોતાના મહેલમાં રાખ્યા.

- થોડા દિવસ ત્યાં રહ્યા પછી એક દિવસ અશ્વત્થામાએ શ્રીકૃષ્ણને કહ્યું કે - તમે મારી પાસેથી મારો અજેય બ્રહ્માસ્ત્ર લઈ લો અને તેના બદલામાં તમારું સુદર્શન ચક્ર મને આપી દો.

- શ્રીકૃષ્ણે અશ્વત્થામાને કહ્યુ - સારું, મારા કોઈ પણ અસ્ત્રમાંથી તમે જે ઈચ્છો તે લઈ લો. મને તમારેથી બદલામાં કંઈ નથી જોઇતું.

- અશ્વત્થામાએ ભગવાનનું સુદર્શન ચક્ર ઉપાડવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે તેને હલાવી પણ ન શક્યા. તેણે ઘણી વખત પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા જ મળી.

- જ્યારે અશ્વત્થામાએ હાર માની લીધી ત્યારે ભગવાને તેમને સમજાવ્યુ કે અતિથિની પોતાની મર્યાદા હોય છે. તેણે ક્યારેય એવી વસ્તુ ન માંગવી જોઈએ જે તેના સામર્થ્યથી બહાર હોય.

- શ્રીકૃષ્ણે કહ્યું કે - આ ચક્ર મને અત્યંત પ્રિય છે. તેને 12 વર્ષ સુધી કઠિન તપસ્યા કર્યા પછી મેળવ્યું છે, તેને તમે એક જ ઝાટકામાં માંગી લીધુ, એ પણ કોઈ પ્રયાસ વિના.

- શ્રીકૃષ્ણની આવી વાત સાંભળીને અશ્વત્થામા શરમ અનુભવ કરવા લાગ્યા. તે કોઈ અસ્ત્ર-શસ્ત્ર લીધા વિના જ દ્વારિકાથી ચાલ્યા ગયા.

બોધપાઠ

પોતાના પ્રયાસની સરખામણીમાં જ ફળની આશા કરવી જોઈએ. સાથે જ, કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ માંગણી કરતા પહેલા પોતાની મર્યાદાનું પણ ધ્યાન રાખવું જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309966
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now