તું જો બન. સુમન તો. હું સુરભિ બની વસીશ ત્યાં
તું જો બન જયોતિ તો. હું તેજ બની વસીશ ત્યાં
તું જો બન ઉપવન તો હું ફૂલ બની ફોરીશ ત્યાં
તું જો બન સાગર તો હું. બિંદુ બની ભળીશ ત્યાં
તું જો. બન પરિમલ તો હું અનિલ. બની વહીશ ત્યાં
તું જો બન સાવન. તો. હું ઘટા બની. છાઇશ ત્યાં
તું જો બન જીગર તો હું હૈયુ બની રહીશ ત્યાં
તું જો. બન પ્રીતી. તો હું શ્રધ્ધા. બની. વસીશ. ત્યાં
તું જો બન મહેફિલ તો હું શમા બની જલીશ. ત્યાં
તું જો બન સરવર તો. હું સરોજ બની ખીલીશ ત્યાં