પોતાના વ્યક્તિત્વને કેવી રીતે નીખારશો?
- મન તંદુરસ્ત રાખો. નકારાત્મક વિચારોને પોતાની પર હાવિ ન થવા દો.
- સ્પષ્ટ વક્તા બનો.તમે જે બોલો કે કાર્ય કરો તેમાં સ્પષ્ટતા લાવો.
- નિર્ણયશકિત કેળવો.યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો.
- વાંચન સારું રાખો.
- આપણે જેટલું એજયુકેશન મેળવ્યું હોય તે દરમિયાન ઘણા શિક્ષકો અને પ્રાધ્યાપકો મળ્યા હોય છે. દરેકમાં થી કંઇક શીખો. પ્રેરણા મેળવો.
- નિખાલસ બનો.
-વ્યસનથી દૂર રહો. દારૂ,માવા વગેરે શરીરને નુકશાન પહોંચાડે છે.આજનો માણસ એટલે મોબાઇલ હોલિક માણસ.સોશ્યલ મીડિયા નો જરૂર પૂરતો ને સદુપયોગ કરી.
- તમારા શોખને જીવતા રાખો. તમને જે પણ આવડતું હોય તેમાં પાવરધા થાવ. તમારી અંદર રહેલી કલાનો વિકાસ કરો.
- મનમાં ભરીને ન જીવો,મન ભરીને જીવો.
- ઈર્ષ્યા,કામ,ક્રોધ વગેરેને કાબૂમાં રાખો. આ બધા આપણું માનસિક સ્વાસ્થ્ય બગાડે છે.
- ફેસ પર સ્માઈલ રાખો. બને તેટલા આનંદિત રહો.
- જિદ્દી ન બનો.
- જતું કરવાની ભાવના કેળવો.
- એકને એક વાત કે વિચારને પકડી ન રાખવી જોઈએ.
- સમજણશક્તિ કેળવો.
- ઘણી વખત આપણે સારું કાર્ય કે કલાનું પ્રદર્શન કરીએ છીએ પણ ક્યારેક કોઈક દ્વારા વખાણ થતા નથી તો આપણે તેનાથી કાર્ય કે કલાને છોડવી ન જોઇએ.
- પોતાની જાત માટે દરરોજ ૧૫- ૩૦ મિનિટ આપો.
- સ્થિતપ્રજ્ઞ બનો.
- જીભમાં ખાંડનું કારખાનું રાખો. સારું બોલો.
- આપણા મિત્રવર્તળમાં પણ ઘણું સારું શીખવા જેવુ હોય છે. તેમાંથી કંઇક સારું શીખો.
- તનને તંદુરસ્ત રાખો.
- પોતાની ખામી ને ખૂબી બંને જુઓ.
પોતાની ભૂલ સ્વીકારતા ને સુધારતા શીખો.
વ્યક્તિત્વ એવું રાખો કે આપણે જ્યાં હોય ત્યાંથી લોકો આગળ વધવાની દુઆ આપે.
- અનુભવની ડાયરી-
- સુરેશ વાળા
-