જાણો કેવી ગ્રહ દશામાં વ્યક્તિએ છોડવી પડે છે નોકરી અને ક્યારે થાય છે પ્રમોશન
અમેરિકાની એક રિસર્ચ કંપનીએ તાજેતરમાં યુવાનોની ઝડપથી નોકરી છોડવાની આદત પર સર્વે કર્યો છે. આ રિપોર્ટ અનુસાર 75 ટકા યુવાનો પ્રોફેશનલ્સ કંપનીનો ટારગેટ પૂરો કરી શકતા નથી અને કંપનીની આંતરિક પોલિસીથી પરેશાન થઈ અને નોકરી છોડે છે. યુવાનોની ઝડપથી નોકરી છોડવાની આ પ્રવૃતિ પાછળ કારણ અનેક હોય છે પરંતુ આ પ્રવૃતિ કંપનીઓ પર ભારી પડે છે. જોકે નોકરી છોડવાની આદતને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિથી જોવામાં આવે તો કેટલીક વિશેષ ગ્રહ સ્થિતિઓ સામે આવે ત્યારે યુવાનો નોકરી છોડવા જેવું પગલું ભરે છે. આ સ્થિતિ કઈ હોય છે ચાલો જાણીએ.
1. સૌથી પહેલા વાત કરીએ ગ્રહની, તો નોકરી સંબંધિત ગ્રહ સૂર્ય અને ગુરુ છે. જાતકની કુંડળીમાં ગુરુ અને સૂર્ય શુભ સ્થિતિમાં સ્વગ્રહી કે ઉચ્ચ પદ પર હોય તો તેમને સ્થાયી નોકરી મળે છે. તેઓ પોતાના કામ સાચવીને કરે છે અને નોકરીમાં સતત સફળ પણ થાય છે.
2. કુંડળીમાં દશમ સ્થાન કર્મ સ્થાન હોય છે. અહીંથી આજીવિકાના સાધનો વિશે જાણી શકાય છે. જો દશમ સ્થાનમાં સૂર્ય કે બૃહસ્પતિ હોય તો વ્યક્તિ મહેનત કરી પોતાના દમ પર નોકરીમાં પદોન્નતી પ્રાપ્ત કરે છે. જો દશમ સ્થાનમાં સૂર્ય હોય તો વ્યક્તિને નોકરી મોટી મળે છે પરંતુ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવાના કારણે તેને નોકરી છોડવી પડે છે.
3. દશમ સ્થાન પર રાહૂ કે કેતુની દ્રષ્ટિ હોય અને દશમ સ્થાનનો સ્વામી અશુભ ગ્રહોથી દ્રષ્ટ હોય તો વ્યક્તિના જીવનમાં નોકરી સ્થાયી રહેતી નથી. તે વારંવાર નોકરી બદલે છે. આ કારણે તેની છબી પણ ખરડાય છે.
4. કેન્દ્ર સ્થાન એટલે કે પ્રથમ, ચતુર્થ, સપ્તમ, દશમમાં કોઈ શુભ ગ્રહ ન હોય અને દશમેશ સાથે રાહુ, શનિનો સંબંધ હોય તો વ્યક્તિ બોસ સાથે ઝઘડો કરી નોકરી છોડે છે.
5. જો સૂર્ય સાથે રાહુ કોઈ પણ સ્થાને બેઠો હોય તો આવકનું સ્થાન એટલે કે એકાદશ ભાવમાં કોઈ શુભ ગ્રહ ન હોય તો વ્યક્તિને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે.
6. લગ્ન સ્થાનમાં સૂર્ય સિંહ રાશિનો હોય તો જાતક સ્વાભિમાની હોય છે અને પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરતો નથી. તેવામાં જાતક ઘણીવાર તાણગ્રસ્ત થઈ જોબ છોડે છે. પરંતુ તે આ બાબતે ભાગ્યનો ધની હોય છે કે તેને બીજી નોકરી તુરંત મળી જાય છે.