પ્રાથમિક શાળાના બાળકોને તમે પ્રશ્ન પૂછો કે, " બેટા/બેટી તુ મોટો/મોટી થઈને શું બનીશ? બાળકોના જવાબ પણ કેવા સુંદર અને નિખાલસ હોય છે! જેમકે...
-હું મોટો/મોટી થઇને શિક્ષક બનીશ. જેથી ગરીબ બાળકોને ભણાવીને તેમની સેવા કરીશ અને મમ્મી-પપ્પા તેમજ ગામનું નામ રોશન કરીશ.
-હું મોટો/મોટી થઇને પોલીસ બનીશ. જેથી બધાં ગુનેગારોને પકડીને સજા કરી શકું અને દેશની સેવા કરીશ.
-હું મોટો/મોટી થઇને વૈજ્ઞાનિક બનીશ. વૈજ્ઞાનિક બનીને નવી નવી શોધો કરીશ અને દેશનું નામ આગળ લઈ જઈશ.
-હું મોટો મોટી થઇને ગાયક અથવા ડાન્સર બનવા માંગુ છું. કારણ કે તેનો મને શોખ છે.
-હું મોટો/મોટી જઈને એન્જિનિયર બનવા માંગુ છું કારણ કે તેનો મને શોખ છે.
મોટાભાગના ઉતરો ઉપર મુજબના જ હોય છે. ધીમે ધીમે તે બાળક યુવાનીમાં પ્રવેશ કરે છે અને ખબર નહી મોટા ભાગના બાળકોમાં કયો વાયરસ પ્રવેશ કરી જાય છે. પછી મોટાભાગના બાળકો મોટા થઈને.....?
-ઇતરકાકા