અરે આવું તો વળી કાંઈ ચાલતું હશે?
એકમેક વગર ભલા કાંઈ હાલતું હશે.?
સંબંધોની શાલીનતા જો ન સચવાય
સંબંધ સાચવવા તો કાંઈ સાલતું હશે?
ન કહી કે રહી શકાય ને ડંખે મ્હાયલો
નિજના એ સંબંધ શું કાંઈ ફાલતુ હશે.?
મુઠ્ઠી ઉંચેરો માનવી મનમાં મ્હાલ્યાં કરે
ઝૂંપડાના મહેલો માં કાંઈ મ્હાલતું હશે.?
ભીતર ભીતર માત્ર એ ભ્રમ ભાળતો
ભીતરના ભેદ ભલા કાંઈ ભાળતું હશે.?
કપટી હૈયે આમ કયા સુધી રમતા રહેવું,
કોઈક ક્યાંક ખુણે હૈયું કાંઈ બાળતું હશે.?
છિન્નભિન્ન થઈ જાય હૃદય કેરી લાગણી
લાગણીઓ ચારણીમા કાંઈ છાળતું હશે.?