તમે નાની ઉંમરે જ સુપર સ્ટાર બની જાઓ, આખી દુનિયા તમારા વખાણ કરતા ના થાકે, અધધ રૂપિયા અને નવી ફિલ્મ મળી રહી હોય ત્યારે તમે શું કરો?
મોટા ભાગના ભણવાનું છોડી ફિલ્મી લાઇનમાં જ એમનું બધું ધ્યાન કેન્દ્રિત કરી દે... ભણે તો પણ નામ પૂરતું, ગ્રેજયુએટ થયેલા છે એવું કહેવા પૂરતું જ...
એક નામ કહું...કોઈ ભાગ્યે જ એનાથી અજાણ્યું હશે “એમા વોટસન", જેને આપણે બધાએ “હરમોઇની” તરીકે જ યાદ રાખી છે... એને આ બધું જ મળ્યું. હેરી પોટર સિવાયની ફિલ્મ્સ પણ કરી જે સફળ પણ રહી, મોડેલિંગ કરે છે, સોશ્યલ વર્ક પણ કરી લે અને આ બધાની વચ્ચે એણે ભણવાનું નથી છોડ્યું... ફક્ત નામ ખાતર ભણવાનું એવું નહિ પણ સારા ગ્રેડ મેળવવા મહેનત કરીને ભણવાનું..! જીવનમાં શિક્ષણનું મહત્વ એ છોકરી સમજી છે, કેટલી સુંદર વાત 👏👏👏
શિક્ષણ તમને ફક્ત સારી નોકરી મેળવવા જ કારણભૂત નથી સ્કુલ, કોલેજના પગથિયાં તમને ડિગ્રી સાથે સાથે બીજુ પણ ઘણું બધું શીખવી જાય છે, જે જીવનના હર કદમ પર કામ આવે છે. સારા માર્ક્સ લાવનાર જ આ દુનિયામાં સફળ નથી થતા પણ એ માટે મહેનત કરનારા, કોલેજમાં ટકી જનારા જરૂર સફળ થાય છે પછી ભલે એ નોકરી કરત હોય કે પોતાનો કોઈ નાનો મોટો ધંધો. હા જીવનમાં એટલી તકલીફ હોય કે ના છૂટકે અભ્યાસ છોડી કામધંધે વળગવું પડ્યું હોય એ લોકો પણ સફળ થાય છે, એમને જીવન જ જરૂરી પાઠ ભણાવી જાય છે... પણ જે લોકો ભણવાના પ્રેસરથી ડરી જઇને એને છોડી દે છે એમને કદાચ ખબર જ નથી કે કોલેજની બહારની દુનિયામાં એના કરતા ક્યાંય વધારે પ્રેસર હેઠળ તમારે કામ કરવું પડશે!
પરિક્ષા, પ્રોજેક્ટ, અસાયમેંટ રેડી કરવાના કે વાઈવા, પ્રેક્તિકલની તૈયારી કરવાની હોય...તમારી આસપાસ તમારા જેવા જ બીજા લોકો મળી આવશે, મદદ કરનાર શિક્ષક પણ મળી આવશે...જ્યારે બહાર કામ શોધવા નીકળશો ત્યારે કોઈ સાથે નહિ હોય! કામ મળી પણ ગયું તો એને હેન્ડલ કરતા જાતે શીખવું જ પડશે. તનાવ વધી જાય એને સહન કરતા શીખવું પડશે. ક્રિકેટ મેચ જોવી કે દોસ્તો સાથે ફિલ્મ જોવા જવું ક્યારેક જ બનતો પ્રોગ્રામ બનીને રહી જશે...જે પણ નોકરી મળી હોય એને સમર્પિત થઈ વરસો લગી થોડાક પગારમાં જીવતા શીખવું પડશે. આ બધું કર્યા બાદ જ ભવિષ્યમાં સારી લાઇફની આશા રાખી શકાય....
ટુંકમાં શિક્ષણનો કોઈ વિકલ્પ નથી, હજારો/ લાખો રૂપિયા ખર્ચીને તમને તમારા માબાપ ભણાવી રહ્યા છે, કોઈ ફિલ્મના ઓડીશન માટેની લાઈનમાં ઊભા નથી કરાવી રહ્યા મતલબ હીરો/ હિરોઈન બનવું એ કરતાંય વધારે જરૂરી શિક્ષણ મેળવવું છે! ઉદાહરણ તરીકે એમા વોટસન ને જ જોઈ લો...😊
આપ સૌને નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏