Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રોજ છાપામાં એક તો અકસ્માતના સમાચાર હોય જ છે!
અકસ્માત પણ કેવો ઘાયલ નહીં સીધું મોત જ આવી ગયું હોય...

ગાંધીનગરમાં હાલ બહુ બધી કોલેજ અને સ્કુલ શરૂ થઈ ગઈ છે, કેટલાય વિદ્યાર્થીઓ બીજા રાજ્યમાંથી, બીજા દેશમાંથી અહીં ભણવા આવે છે એમને માટે હોસ્ટેલ ની જરૂર રહે એટલે...સ્કુલ, કોલેજની આસપાસ હોસ્ટેલ ખુલી ગઈ. એ વિદ્યાર્થીઓ માટે ખાણીપીણીની નાનીનાની હોટેલ પણ ખુલી...

આ બધાની વચ્ચે જ્યાં સ્કુલ, કોલેજ વગેરે આવેલા છે એ એરિયામાં જ અકસ્માતનું, જીવલેણ અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે... છાછવારે કોઈ ટ્રક નીચે કચડાઇ ગયુ તો કોઈને ગાડીની ટક્કર વાગી અને ત્યાંને ત્યાં ખલાસ...

લોકોની ટ્રાફિક સેન્સ ખરાબ છે, સરકાર ભારે વાહનો અમુક રોડ પર પ્રતિબંધિત કરે, વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો બરોબર સમજાવી પછી જ વાહન આપવું... આ બધી ચર્ચા થાય છે પછી કંઈ નહિ... બીજે દિવસે ફરી એક અકસ્માતના સમાચાર છાપાને પાને દેખાઈ જ જાય છે!

કાલે એક બહેનનો અકસ્માત થયેલો...ઘરેથી સાજા નરવા નીકળેલા એ બહેનને કેટલાક લોકોએ રસ્તા પરથી ઉખાડી, પોટલામાં બાંધીને એમને ઘરે પહોંચાડ્યા... એમના નાના નાના બે બાળકો પૂછે કે મમ્મી ક્યાં છે? હજી ઘરે કેમ નથી આવી, ત્યારે એના પપ્પા શું જવાબ આપશે?

જે ટ્રક નીચે એ બહેનનો અકસ્માત થયો એનો ડ્રાઈવર ભાગી ગયેલો, કેટલાકનું કહેવું હતું કે કાલે ધુમ્મસનું પ્રમાણ વધારે હતું અને દસેક ફૂટ આગળ જોવાનું શક્ય જ ન હતું, હા કાલે ધુમ્મસ હતું એ વાતની હું પણ સાક્ષી છું શિયાળામાં એ રોજ હોવાનું એટલે રોજ અકસ્માત થવાના? આ બધાનું કોઈ સોલ્યુશન ખરું? રોડ ક્રોસ કરતી વખતે ડાબી જમણી બાજુ જોવાનું આપણે કેટલી વખત ચૂકી જવાય છે?

ટુંકમાં કોઈને પાછળ છોડીને તમારે કેટલા આગળ નીકળી જવું છે...એ તમારે જાતે જ નક્કી કરવું પડશે!

અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક આત્માને પ્રભુ શાંતિ આપે... જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111306394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now