મારી શાયરી એ માત્ર શાયરી જ નથી,
એ તો તને શબ્દોમાં આપેલ મારો સ્નેહ છે.
મારી ગઝલ એ માત્ર ગઝલ જ નથી,
એ તો તને શબ્દોમાં આપેલ મારો પ્રેમ છે.
મારા હાઇકુ એ માત્ર હાઇકુ જ નથી,
એ તો તને શબ્દોમાં આપેલ મારો હેત છે.
મારા મુકતક એ માત્ર મુકતક જ નથી,
એ તો તને શબ્દોમાં આપેલ મારું મન છે.
આ કવિતા એ માત્ર કવિતા જ નથી,
એ તો તને શબ્દોમાં આપેલ મારું 'મીત' છે.
કલ્પેશ વાસાણી 'મીત'