Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાર્તા નં:૧૨
નમસ્તે બાળકો ,
આજે કયો વાર છે...મંગળવાર. વાર્તાનો દિવસને તમને વહાલ કરવાનો દિવસ.ખબર છે મંગળવાર આવેને મને થાયછે કે તમને શું
નવું નવું જણાવું ...હમણા અમારે ત્યા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગ્યો છે.તમને શું લાગે છે કે તે બંધ કરવું જોઇએ કે નહિ???
ચાલો બકાજમાદારે શું શોધી કાઢ્યું જોઈએ...
વાર્તા નં ૧૨
બકાજમાદાર બજાર માં ગયાને શાકવાળાએ કહી દીધું કે શાકની થેલી લાવ્યા છો..? હવે પ્લાસ્ટિકમાં નહી મળે હાથમાં નહી તો છાપામાં
લઈ જાવ.બકા જમાદારને તો થયું હવે રસ્તો કરવો રહ્યો...તે તો ધરે આવ્યાને વિચારવા લાગ્યા .નક્કી કર્યુ જૂની ચાદરો ને ઓશિકાના
કવર નો ઉપયોગ કરી તેમણે તો સરસ શાકની
થૈલી બનાવી ને પોતે પણ રાખીને શેરીમાં પણ
વહેંચી. બધાને ખૂબ મજા પડી જૂની ચાદર ને ગલેફે તો કમાલ કરી!
હવે મોટા પ્લાસ્ટીકના કન્ટેનર ,બાઉલને ચમચીઓ ને ડીસો ના અવેજીનું શુ..અચાનક એમને યાદ આવ્યું કે તેમની માતા શકરીબેન
કાગળ,મેથી માથી વાસણ બનાવતા હવે એજ
કરવું પડશેને એતો નિકળ્યા શેરીમાં ને બધા ને
ત્યાંથી ન્યુઝ પેપર ભેગા કર્યા. પાણીમાં પલાળ્યા તેમા આખી ખાવાની મેથી નાંખી ને પલળવા મૂક્યા.થોડો ઘઉંનો લોટ નાંખ્યો ને
આરા લોટ નાંખ્યો.ચારથી પાંચ દિવસ પછી
કાગજને મસળીને પેસ્ટ બનાવી, વાસણના
બીબા (ડાય) બનાવ્યા. પ્યાલો ,બાઉલ, વાડકી, ડીસ ને ચમચા ચમચીપર લગાવી ને સૂકવી દીધા..અરે ત્રાજવા પણ બનાવ્યાને
એવો સરસ ઉપયોગ કર્યો કે લોકો દંગ રહી
ગયા . સુકાયા પછી તેને ઉખેડવામાં આવ્યા
આસાની થી નિકળી ગયા. આમ બકાજમાદારે
માની જૂની કળા વિકસાવીને પ્લાસ્ટિક નો ત્યાગ કરી દીધો.
થોડા દિવસ પછી તેઓ બજાર ગયા તો
તેમની પાસે કપડાની જુદી જુદી થેલીઓ હતી,
અને શાકવાળાની હાલત કફોડી હતી..શેરને માથે સવાશેર થયેજ છૂટકો...!
બાળકો બોલો તમે પણ માનો છોને જૂનું એટલુ સોનું....તમે પણ દાદા દાદી કે માતા પિતા એ શિખવાડેલું યાદ રાખજો...નવું સ્વીકારો પણ હાનીકારક હોય તો પહેલેથી બહિષ્કાર કરો...
તો એનો અતિ ન થાય...ચાલો ફરી આવતા મંગળવારે મળીશું.મળશોને તમારી મિત્ર શ્રીને
બનાવી જોજો થેલી ને વાસણ...
જયશ્રી.પટેલ

Gujarati Story by Jayshree Patel : 111306153
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now