પાંચીકા રમતી’તી દોરડા કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે, ગામને પાદરે જાન એક આવી
ને મારુ બચપન ખોવાયુ એ જ દા’ડે
મધમીઠા મહોડાના ઝાદ તળે બેસીને લખતી’તી દાદાને ચીઠી
લખવાનું લિખીતન બાકી રહી ગયુ ને મારા અંગે ચોળાઈ ગઈ પીઠી
આંગણામાં આંકડીયુ પાડતા બે હાથ,લાલ થાપા ભીંત ઉપર પાડે
ને મારુ બચપન ખોવાયુ એ જ દા’ડે
ઢોલ અને શરણાઈ શેરીમાં વાગી, ને ગામ મને પરણાવી રાજી
લીલાછમ મહોરવાની આશામાં એક કુંપળ તોડાઇ એક તાજી
ગૌરમાને પાંચ પાંચ વર્ષોથી પુજ્યા, ને ગૌરમા જ મારી નાવને ડુબાડે
ને મારુ બચપન ખોવાયુ એ જ દા’ડે