એય..
કયારેક તું સમી સાંજ પર મને મળવા આવ ને..
તો કયારેક મારે ઘેર રહેલા હિંડોળા પર સાથે ઝૂંલવા આવ ને..
એય..
કયારેક સવારે દૂર નિર્જન જગ્યા પર મારી સાથે ટહેલવા આવ ને તો કયારેક મારાં એકાંત ને મહાલવા આવ ને..
એય..
આ વહેતી વાદળી ને મારાં મલ્હાર પર સૂર પરોવવા આવ ને તો કયારેક દરીયે મારી સાથે છબછબિયાં કરવા આવ ને..
એય...
આ તો તારો આભાસ છે
હવે એક અવતાર લઈને આવ ને..
એય..હવે તું આવ ને..
લિ.Butter Boy