સુખી થવું હોય તો સ્વભાવ બદલવો જરુરી.
પરિસ્થિતિ પામીને હાવભાવ બદલવો જરુરી.
સુખદુઃખના મૂળમાં આપણું જ વર્તન હોય છે,
સુખી થવું હોય જો તો પ્રભાવ બદલવો જરુરી .
કદીપણ નહીં દેખાવાની ભૂલ આપણી પોતાની,
સુખી થવું હોય જો તો પેચદાવ બદલવો જરુરી.
આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ નફરતને જન્માવે,
સુખી થવું હોય જો તો અભાવ બદલવો જરુરી.
અનુકૂલનની છે આ દુનિયા " કરો અને પામો " તેવી,
સુખી થવું હોય જો તો મૂછે તાવ બદલવો જરુરી.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.