*કલમ*✍️
કલમની શાહી ખૂટી
તેનો અફસોસ ફૂટી
ટપકતાં ટપકે ટપકતી
શાહીના રંગ બદલતી...!
મારા મનની વાત ટપકી
કોરા કાગળ પર રહ્યું *બૂંદ*
ભૂરામાંથી લાલ બન્યું ને
અંતે કાળા બિંદૂએ પડ્યો ડાઘ..!
રડી રહ્યું કોરૂ કાગળ
શબ્દો તો ચાહ્યા *પ્રેમળ*
કાળી શાહી ન રચી સકી
શબ્દ એ પ્રેમનો આગળ...!
કલમની શાહી ખૂટી
તેનો અફસોસ ફૂટી
ટપકતાં ટપકે ટપકતી
શાહીના રંગ બદલતી...!✍️
જયશ્રી પટેલ
૧૧/૧૨/૧૯