My New Poem ...!!!
“બધુ જ તણાઈ ગયું*
આવો ગયું, પધારો ગયું ને
નમસ્તે પણ ગયું, દિલના દ્વાર ગયા,
"હાય" અને "હેલ્લો"ના હાહાકાર
માં સ્નેહ ભીના શબ્દો તણાઈ ગયા...
મહેમાન ગયા, પરોણા ગયા ને અશ્રુભીના હૂંફાળા આવકાર ગયા,
"વેલ કમ" અને "બાય બાય"મા લાગણીઓના શમણાં તણાઈ ગયા...
કાકા ગયા, મામા ગયા,
માસા અને ફુવા પણ ગયા,
એક અંકલના પેટમાં આ બધા
આત્મીય સંબંધો ગરકાવ થયા...
કાકી, મામી, માસી, ફોઈ ને
સ્વજનો ના સવિસ્તાર ગયા,
આનટી નામ ના દેખાડામાં
બધાં સંબંધ ખોવાઈ ગયા...
કુટુંબ નામનો માળો તૂટ્યો,
પંખીઓનાં પ્રેમ વેરવિખેર થયા,
“આપણા”ના આંગણા ટુકાં થઈ
હું ને મારામા બધા જ જકડાઈ ગયા...
હાલરડાંના હલ્લા ગયા,
લગ્નના ફટાણા ગયા,
ડીજે ને ડિસ્કોના તાનમાં
બધા ગરકાવ થઈ ગયા...
આઈસ્ક્રીમના આડંબરમાં
મીઠા ગોળ ને ધાણા ગયા.
લાપસી ગયા, કંસાર ગયા,
ખીર, મઠા અને ખાજા ગયા,
“ કેક” ના ચક્કરમાં બધા જ
સારા પ્રસંગો ભરાઈ પડયા...
ફેસબુક ઇન્સ્ટાગ્રામ વહોટસ અપ
સોશિયલ મિડિયાના વમળો માં
સંસ્કૃતિ, સંસ્કાર, લાજ-શરમ લુટાયા
ખાનદાની આન-બાનના ઠેકાણાં ગયા
માણસ માંથી માણસાઇ ને
સગામાં થી સગપણ ગયા
રહ્યા તો ગરજ ને કામ પૂરતા
માત્ર મોબાઈલ નંબર રહી ગયા.....
✍️🌹🌲🙏🙏🙏🙏🌲🌹✍️