વિજય તું અને તારી બહેન વિજય અને એની મોટી બેન એક દિવસ એના પાપા સાથે ખેતર માં ગયા ખેતર ખેડવા માટે તો વિજય ના પાપા બોલ્યા કે, 'બેટા અહી બેસો હું ખેતર ખેડીને આવું.' તો વિજય કહે, 'સારું પપ્પા.' વિજય ના પપ્પા ખેતર ખેડતા હોય છે, લહેરાતાં ઠંડા પવનના અને સુંદર મધુર પક્ષીઓના અવાજ સાથે વિજય અને એની બહેન આરામ કરતાં હતા એવા માં જ સાપ આવતો હોય છે કાળો ભમર... અને ખૂબ જ મોટો આ સાપ વિજયની બહેન પાસે જાય છે અને જેવો સાપ વિજય ની બહેન પાસે જાય એ પહેલા વિજય ઉઠી જાય છે અને સાપ ને જોઈ લે છે તો વિજય તરત ઊભો થાય છે અને સાપ ને હાથમાં પકડી ને ફેકી દે છે પણ વિજય ને સાપ કરડી જાય છે. વિજય ને ઝેર ચડે છે અને વિજય ત્યાં ને ત્યાં જ બે ભાન થઈ જાય છે. થોડી વાર પછી વિજય ની બેન ઊઠે છે અને વિજય ને નીચે બેભાન જોઈ ને એના બાપુ ને બૂમો પડે છે કે, " બાપુ...બાપુ નાનાભાઇ ને કઈક થયું છે. " વિજય ના પાપા તરત જ દોડતા આવીને પગ માંથી ઝેર કાઢે છે અને વિજય ને બચાવે છે....
આતો મામૂલી ઝેર હતું વિજય માટે કેમ ખબર છે તો ચાલો હવે તમને આખી વાત કહું.....
જિંદગીમાં બધાને દુખ પડે છે કોઈ ને ફેમિલી તો કોઈ ને ધંધામાં પણ આ કઈક એવું દુખ છે દુનિયા માં ઘણા ઓછા લોકોને મળતું હોય છે આ ભાઈ ની જિંદગી ની પેલા થી છેલ્લા સુધી ની વાત વિજયનો જન્મ થતાં જ તેને એના મામા એ ખોળે લઈ લીધો હતો આમ તો કહેવાય છે કે મામા ક્યારે બેન નો છોકરો કે છોકરી ખોળે નથી લેતા પણ આ વિજય ના મામા ને ખાલી 2 છોકરી જ હતી એમને એક પણ છોકરો નતો.....વિજયને એના મમ્મી પાપા રાખે એનાથી બે ઘણું એના મામા રાખતા હતા ક્યારે કોઈ વસ્તુની એને ખોટ નતી પડવા દીધી પણ જિંદગીમાં કઈક એવી વસ્તુ થઈ જ જાય છે કે જેનાથી આપની જિંદગી બદનામ થઈ જતી હોય છે એમજ વિજયની જિંદગીમાં પણ કઈક આવું થયું હતું.....વિજય ની ઉમર 18 ની થાય છે અને તેના પિતા એની માટે સગપણ લઈને આવે છે વિજયના મામા સગપણ સ્વીકારી લે છે પણ પેલના જમાનામાં કઈક એવું હતું કે જે પાપા સ્વીકારે તેનાથી જ સગાઈ કરવાની પણ વિજયને આ બધી ખબર નતી કે તેનું સગપણ નકી કરવામાં આવી ગયું છે… વિજય એક દિવસ તેના મામા સાથે તેમની સમાજની મિટિંગ માં જાય છે અને ત્યાં વિજયને ખબર પડે છે કે તેની સગાઈ કરવામાં આવી છે. વિજય ને એક દમ ધકો લાગે છે કે આવડા મોટી વાત મામા એ એક દમ એમની રીતે ડિસ્કસ કરી લીધી અને મારા ફેમિલી વાળા કોઈ એ કહું પણ નહીં તો એવા માં એનો મિત્ર આવે છે અને કહે છે કે શું કરે છે ભાઈ મજામાં ? વિજય એના વિચારોમાં હતો એને તેના ફ્રેન્ડ એ કહું એ સાંભળું નતું પછી ફરી તેનો ફ્રેન્ડ કહે છે વિજય ક્યાં ગુમ થઈ ગયો તું ??
...........આગળ જોવા માટે સ્ટોરી અપલોડ થાય ત્યાં સુધી વેંટ કરો