જીવન..
જીવન મારૂ ઘડી બેઘડી
આતમ પીડા હર હંમેશ
રહી વિરહની ઘડી બેઘડી
વારંવાર છેહ હર હંમેશ...જીવન!
જીવન મારૂ ઘડી બેઘડી,
હૈયે મળ્યા છેદ હર હંમેશ
સત્ય ના વચન ઘડી બેઘડી
અસ્તિત્વ ભૂલ્યું હર હંમેશ...જીવન!
જીવન મારૂ ઘડી બેઘડી,
સમર્પણ તનમનનુ હર હંમેશ
નામ તો રહ્યું ઘડી બેઘડી,
મન તૂટ્યું હર હંમેશ....જીવન!
જીવન મારૂ ઘડી બેઘડી,
જરા સમજ હોત હર હંમેશ
ભૂતકાળ હતો ઘડી બેઘડી
વિશ્વાસ તૂટ્યો હર હંમેશ...જીવન!
જયશ્રી.પટેલ
૨૪/૨/૧૯