. *અભિમાન*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
અભિમાની કર્મો પ્રમાણે ચાલે છે પહેલા સત્કર્મો કરી નાખે છે પછી દુઃખી થાય છે એકલા ચાલે છે પણ પછી એને થાય છે જે કર્યું એ મે જ કર્યું છે અને એ અભિમાની બને છે,
*યાદ રાખવું*
જ્યાં સુધી તમારા સત્કર્મો તમારી સાથે છે ત્યાં સુધી જ તમારો સિક્કો છે બાકી ડોર ભગવાનના હાથે જ છે.
**********************************
એકલો એકલો ચાલતો હું થયો,
એકલતામાં આવી દુનિયા ભૂલતો થયો,
ખબર જ ના રહી,અભિમાનમાં હું આવતો ગયો !
દુઃખમાં હું એકલો લડતો રહ્યો,
પડછાયાનો સાથ પણ ભૂલતો રહ્યો,
ખબર જ ના રહી,અભિમાનમાં હું આવતો ગયો !
ગયો ઘણા દ્વારે છતાં વિશ્વાસ ગુમાવતો થયો,
કરી નહિ કોઈએ મદદ,ત્યારે હું એકલો થયો !
ખબર જ ના રહી,અભિમાનમાં હું આવતો ગયો !
કર્યું નથી ભગવાન માટે કંઈ,છતાં આશા મોટી રાખી,
પુણ્ય કર્યા છતાં ભગવાને ના પકડ્યો આ હાથને !
સમજણ ના રહી મને,ભગવાન પર કરી શંકા !
એકલો એકલો ચાલતો,થઈ ગયા મારા બધા કામ,
પણ ખબર જ ના રહી,અભિમાનમાં હું આવતો ગયો !
કર્મો એ કર્યો મને દુઃખી બહુ,
સાંભળ્યો અવાજ ભગવાને,ત્યારે અભિમાની થઈ ગયો.
મારા કામો ઈશ્વરે કર્યા,દુઃખી કર્યા કર્મોએ,
કર્મોના બટવારે,ઈશ્વર આવ્યા ખુદ પાસે,
છતાં એકલાને જસ હું આપતો થયો,કેમ કે
ખબર જ ના રહી,અભિમાનમાં હું આવતો ગયો !
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD