લોકદિન દૈનિકમાં મારી કવિતા 👇👇👇
🙏🙏🙏🙋🙋🙋 જય શ્રી કૃષ્ણ
કે'જો ઈશને
છે હવા આ મસ્ત ગગનની
મળે મેવા મા બાપ નમનની
હોય હિંમત તો કે'જો ઈશને
નથી ઈચ્છા હવે નવા જન્મની
બહાદુરી બતાવે બહુ મોટો છે
મા બાપ વગર જન્મ ખોટો છે
પરાક્રમ કરે કંઈક કે'જો ઈશને
ધરા પર ખોટાનો ક્યાં તોટો છે??
સ્નેહ સંસ્કૃતિ ને સંપતિ આપી
માબાપની શિખ જેણે હૈયે છાપી
પ્રથમ નહીં નમે એને કે'જો ઈશને
ત્રણ પગલે એણે ભલે ધરા માપી
મા બાપથી નથી કોઈ મોટું અહીં
નહીં મળે આશિષની નોટું અહીં
સુણે સાદ અનાથના કે'જો ઈશને
બતાવ શૌર્ય ધરા પર તારૂં તું અહીં
- તેજલ વઘાસિયા "તેજુ"
(ઉમરાળી,જૂનાગઢ)