Gujarati Quote in Poem by Bhavna Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અનમોલ રતન*

અનમોલ રતન મારા ત્રણ બાળકો, મારી જિંદગી જીવવાનું બળ છે,
કનક કહો,કંચન કહો કે કહો સોનું
પ્યારું ને દુલારું, લાગે વ્હાલા એ ત્રણ છે.

અલગ સ્વભાવના એ લાગણીઓ થી એ મન સૌના હરે છે,
હરેકને રહે એષણા,હરેકનું એ સપનું કે આવાં સંતાનો અમ ઘરે જો હોય.

કનકને પણ મદ ચડે, એવા અદકેરા અનમોલ રતન છે,
એ રાખે કદમ ગૃહે,અંતર વિહ્વળ કરે દરેકનું એવા દિલના દાતાર છે.

સપનાઓ આંબવા માંડે આકાશને અડકતાં જ એવી ઉંચી હરણફાળ છે,
મળતાં જ મર્કટ બની નાચે મન,હાથ રહે ના કોઈનું એવો સાલસ સ્વભાવ છે.

ફરી જાય ચાલ,આવે જ્યાં હાથમાં મેઘલ,જીનલ, સરગમ નો સંગાથમાં,
દુનિયા લાગે મૂઠીમાં, આભને જમીન પર ઉતારી આપે આ અનમોલ ત્રણ રત્નો ના સંગાથમાં..
ભાવના ભટ્ટ અમદાવાદ...

Gujarati Poem by Bhavna Bhatt : 111302870
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now