કેમ કરી ભૂલું તને.
સોળ વરસની કાચી ઉમર ની એ
તાજી તાજી લાગણીઓ
ધીમી ખીલતી કળી જેમ ઉઘડતા આ
મન ના દરવાજા.
હવા સાથેય દોડ લગાવતા કૌમાર્ય ના
કંપનો..
એક એક સ્વાસ ગણી શકાય એટલા
ઊંચા ઉછડતા ધબકારા...
ને આ બધું એક જ ઘડી માં કકડભૂસ કરતા
તારા એ શબ્દો ..તું પસંદ નથી મારી ...ને..પછી
તારુ જવાબ શાભળ્યાં વિના છોડી ને જતું રહેવું..
કેમ કરી ભૂલું તને..