Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#હું_હાજર_છુ
#એકલતા_અકળામણ
#પ્રોમિસ_ઉપલબ્ધ રહેવા

તમે માનો છો કે સોશ્યલ મીડિયા તમને એકલા બનાવી રહ્યા છે. તમારે એવા મિત્ર ની જરૂર છે જેમના ઘરનો દરવાજો ખુલ્લો હોય. જ્યાં ગયા પછી તમે સુરક્ષિત અનુભવ કરો. જ્યાં ગયા પછી મિનિટો માં ચા કોફી આવી જાય. તેનાં ડાઇનિંગ રૂમ નું ટેબલ એવી જગ્યા હોય જ્યાં કોઈ પણ બાબત ની ચર્ચા થઈ શકે એ ડર વગર કે કોઈ તમને જ્જમેન્ટ કરશે. ગમે તે સમયે જઈ બકબક કરી શકાય. કારણ દર વખત મૌન મજા નથી આપતું ઘણી વખત આપણને ખૂબ બોલવું હોય છે અને કોઈ શાંતિ થી કોઈ નિર્ણય પર આવ્યા વગર સાંભળે એવું વ્યક્તિ જોઈએ છે. જેને ત્યાં જાતે ફ્રીજ ખોલી ખાવાનું લઈ શકો. જેના કબાટમાં પડેલી વસ્તુ તમારી પણ માલિકી ની હોય
એવી વ્યક્તિ જેના સાંભળવા માટે કાન અને સંભાળવા ખભો હોય જ્યાં તમે બિંદાસ રડી શકશો. જે તમને એવો અનુભવ કરાવે કે કોઈ પણ પરિસ્થતિ માં હું ત્યાં જ રહીશ અને હંમેશા સ્વાગત કરવા તત્પર રહીશ.
એ વ્યક્તિ પ્રોમિસ કરે કે જ્યારે વાતો કરતાં હશું ત્યારે બેસી ને શાંત મન થી અને ચોખ્ખા દિમાગથી સાંભળશે

આ એક જૂની પદ્ધતિ છે તે ટેકનોલોજી આવવાથી ગુમ થઈ ગઈ છે. મેસેજ , ફેસટાઈમ અથવા ઇમોજી એ સમય સાથે સરખામણી ન જ કરી શકે જે સમય આપણે આપણા પ્રિય પાત્ર ને આપીએ છીએ. આ એવી વાત છે જે હવે ફરી પાછા લાવવાની જરૂર છે. (#MMO )

કોઈ એક મિત્ર ને એવો અનુભવ કરાવીએ કે કોઈ છે જે હમેંશા સાથે છે અને તમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર છે તમે એકલાં નથી.
સહમત હો તો એ મિત્ર ના નામ સાથે વાત શેર કરો. {#માતંગી }

Gujarati Blog by Matangi Mankad Oza : 111302469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now