કઈક કેટલુંય કેવું છે તને
પણ કોણ જાણે સામે મળતા જ જીભ સિવાઈ જાય છે હવે.
ડર લાગે છે તને ખોઈ બેસવાનો,રોજ એક ધુધળું
સપનું સતાવે છે મને ,ક્યાંક
જો છૂટી ગયો તું મારાથી તો..બસ એક જ વાત નો
ભય હવે ઊંઘવા પણ દેતો નથી.. કાલ ની તારી સાત સમુંદર પાર ની ટિકિટ જોઈ , આંખ તો શું મારું
તો આખું શરીર પણ ધુજી ઉઠ્યું. એ વિચાર માત્ર થી કે હું તને હવે ક્યારે જોઇશ મારી નજર સામે.