*આવો પણ ઉપવાસ* કવિતા.. ૬-૧૨-૨૦૧૯
આવો ને આવો પણ એક ઉપવાસ કરીએ કે,
આજે એક દિવસ સોશ્યલ મીડિયા થી દુર રહીએ.
સવાર ની ચ્હા થી રાત્રિનુ ભોજન સાથે માણીયે,
પરિવારની ભાવનાઓની મીસરીની મીઠાશ માણીયે.
કુટુંબના સભ્યોને રૂબરૂ મળી એક મુલાકાત કરીએ,
છુપાવેલી થોકબંધ લાગણીઓ આજે વહેતી કરીએ.
ભૂલાઈ ગયેલાં એ દોસ્તોને મળવા પ્રયત્ન તો કરીએ,
અને આમ જ સંબંધોથી તરબતર તરબતર થઈએ.
ઉપવાસ ના બધા જ પુણ્યો આજે એક સાથે મેળવીએ,
સોશ્યલ મીડિયા થી દુર રહી કંઈક જીવંતતા મેળવીએ.
ચાલોને આજે આવો ઉપવાસ કરીને જિંદગી જીવીએ,
આજે ખાલી દેખાવ નહીં પણ સાચું જીવન જીવીએ....
ભાવના ભટ્ટ અમદાવાદ....