"Rang de basanti" song line
ऐ साला!
अभी-अभी हुआ यकीं,
की आग है मुझमें कहीं,
हुई सुबह, मैं जल गया,
सूरज को मैं निगल गया....
रू-ब-रू रोशनी
કેટલું સરસ ગીત અને શબ્દ છે નહીં?.....
આપણે જયારે પણ આ ગીત ના શબ્દો સાંભળી રહ્યાં હતા ત્યારે કંઈક જોરદાર ધમાકેદાર કરી નાખવાનું નક્કી કરી લીધું હતું.... પણ આ ગીત અત્યારે તો યાદ પણ નહીં હોય ખરું ને??
એક વાત માનશો??
છેલ્લા દીવસોમાં જો.....
૧)તમે કોઈ સારા કે સફળ વ્યક્તિ સંપર્ક માં આવ્યા હોય.
૨)કોઈ પ્રેરણાત્મક મુવી જોયું હોય
૩)તમે કોઈ તકલીફમાંથી પ્રસાર થઈ રહયા છો અને કંટાળી ને કંઇક નવું કરી નાખવાં નું નક્કી કરી જ લીધું હોય.
૪)કોઈકના વાણી વર્તન કે બોધપાઠથી પ્રભાવિત થઈ ગયા છો.
તો તમે જેટલા પ્રબળ થઇ ને જે કંઈ કરવાનું નક્કી કરી જ લીધું છે તો આવતીકાલે આપણી અંદર આજના જેવી જ આગ જલાવવા આપણને આજે આવેલા દુનિયા બદલી નાખવાના પ્રબળ વિચારો,સપનાઓ અને નિર્ણયો ને શબ્દસહ એક ચીઠ્ઠી પર લખીને પોકેટમાં મુકી દઈએ.જેથી આવતીકાલે સવારે ચીઠ્ઠી વાંચતા એ જ આગ આપણામાં ફરીથી એટલી જ તીવ્રતા માં ઉભી થઇ જશે.
આજ માટે શુભ રાત્રી
આવતીકાલ ની સવાર માટે બેસ્ટ લક