એકપણ એવી ભરતી નથી, થતી જેમાં ગેરરીતી ન થાય...
છતાં સરકાર લાજવાની જગ્યાએ ગાજી રહી છે.. બિન સચિવાલય ના ક્લાર્ક ની ભરતી પરીક્ષામાં ગેરરીતીની તપાસ અને ન્યાયની માંગ સાથે ગાંધીનગર આવેલ ઉમેદવારો (મહીલા ઉમેદવારો પણ) પર પોલીસની લાઠીઓ ચલાવીને આ સરકારે સાબિત કરી દીધુ છે કે તે કેટલી બીન સંવેદનશીલ છે.. આવી સરકારને એક પણ દિવસ સત્તામાં રહેવાનો અધિકાર નથી.. ભરતી પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાના પુરાવા આપવા છતા સરકાર પોતાના મળતીયાઓને છાવરી રહેલ સરકાર સામે હવે આરપારની લડાઈનો સમય આવી ગયો છે.. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આ કોઈ રાજકીય લડાઈ નથી, આપના ભવિષ્ય અને ન્યાય માટેની લડાઈ છે.. આ આંદોલનને મારુ પુર્ણ સમર્થન છે,, જ્યાં સુધી બિન સચિવાલની ભરતી પરીક્ષા નવેસરથી લેવાની જાહેરાત ન થાય અને ગેરરીતી આચરનાર દોષીતોને કડકમાં કડક સજા ન થાય ત્યાં સુધી આ આંદોલન યથાવત રાખવનું છે, ગુજરાતના દરેક વિધાર્થીને આહવાન કરુ છું કે બધા વિધાર્થીઓ ગાંધીનગર ખાતે આવે ને અન્યાય સામેની લડાઈમાં જોડાય... જય હિંદ...
ભરતી પરીક્ષામાં ગેરરીતી ક્યાં સુધી સહન કરશે???
બીન સંવેદનશીલ સરકાર સામે અન્યાયની લડાઈમાં જોડાવો...
#Justice_BinSachivalay #GovtExam #GSSSB #BinSachivalayExam