બસ એની રાહ જોવાય છે
ગાડી આવે છે ને જાય છે
આંખો જોવે છે એક એક ચહેરા ને
પણ એની ખોટ વર્તાય છે
લોકો આવે છે ને જાય છે
પણ દિલ શોધે છે એને
જેના માટે એ ધડકે છે
નિષ્ફળતા આવે છે ને જાય છે
નજીક ની સફળતા પણ
નિષ્ફળતામાં બદલાય જાય છે
બસ એ સફળતા ના
એક તક ની રાહ જોવાય છે
આવે છે એ નજીક ને
ક્ષણ માં દૂર થઈ જાય છે
આંખોની એ ખુશી
પળમાં બદલાય જાય છે
પણ શું કરે એ?
ખેલ જ એવા ખેલાય છે
બસ એના ઉદાસ ચહેરા પર
આનંદ ની રાહ જોવાય છે
બસ એની રાહ જોવાય છે