વ્યથા...
સ્ત્રી પર અત્યાચાર એક વાર થાય છે પણ તેના શરીર સાથે આત્મા પણ ઘવાય છે, આ ઘટના ની વ્યથા એક સ્ત્રી નહિ એક આખો પરિવાર ભોગવે છે, આ શબ્દો નહિ વેદના છે તે સ્ત્રી ની,
" તેને મારા શરીર સાથે આત્મા ને રોંદયો છે
તે એક વાર ગુનો કરી ખસી ગયો, હું વારંવાર એજ સજા ભોગવતી રહી, શુ મળશે સજા તેના ગુનાહો ની તેને ? કે ફરી સાબિત કરવા ગુનેગાર તેને રોજ મારે પણ ભોગવવી પડશે સજા, આપી સાબિતી મારા નિર્દોષ પણ ની?
કે આટોપાઈ જશે આ ચર્ચા બની મથાળા બેચાર સમાચારપત્ર ના? કે ફરી જ્યાં કોઈ નિર્ભયા કે પ્રિયંકા ની બલી ના ચઢે ? બનવું પડશે અમારે જ ચંડીકા કે રાણી લક્ષ્મી !
હવે વારો છે જાગી ઉઠવાનો કરો આ બદી બંધ, આ નમાલા ઓ ને સજા અપાવી ટકાવો આસ્થા અમારી આ એજ દેશ છે જ્યાં છે
"નારી સર્વત્ર પૂજ્યતે "....