પ્રાઇવેટ શાળા ઓ ની કાળી સચ્ચાઈ
શિક્ષણ આપવા નહીં પણ શાળા નાં નામે પોતાનો વેપાર કરતાં થયા છે, પ્રાઇવેટ શાળા ઓ ને મંજૂરી આપી ને આજે સરકારી શાળાઓ ને બંધ કરવાની નોબત આવી છે, સરકારી શાળાઓ બંધ કરવા નાં નિર્ણય ની અસર સૌથી વધારે ગરીબ વર્ગ ઉપર પડશે, શાળા ઓ બંધ કરવાથી સરકાર ને શું ફાયદો? રાજ્ય માં આશરે 5000 શાળા ઓ બંધ કરવાની છે તો એક શાળા દીઠ 2શિક્ષક ફાજલ થાય તો ટોટલ 10હજાર જેટલા શિક્ષકો ફાજલ થાય, તો 10હજાર શિક્ષકો ની ઘટ પુરવા માટે એ શિક્ષકોનો ઉપયોગ કરશે, તો 10હજાર શિક્ષકો નું મહેકમ બચાવ થશે, આ જ સરકાર નો મોટો ફાયદો છે, અમેરિકા જેવા દેશમાં 14,બ્રિટન માં 18 બાળકો એ 1શિક્ષક ફાળવણી કરવામાં આવે છે નેપાળ જેવા દેશ માં 20બાળકો એ1 શિક્ષક ફાળવણી કરવામાં આવે છે અને આપણે ત્યાં 30 બાળકો એ 1શિક્ષક ફાળવવામાં આવે છે, આમ તો અમેરિકા સાથે તુલના નાં કરોત પણ આપણા રૂપાણી સાહેબ આપણા રાજ્ય ની આરોગ્ય સેવાઓ ને અમેરિકા સાથે સરખાવે છે....એટલે તુલના કરવી પડી ???