ઇતિહાસ છે ગઝલ થોડી તે કલમે લખ્યું
જે પણ લખ્યું રક્ત રંજીત તલવારે લખ્યું
મુંછ મરડીને લખ્યું, ખોંખારો ખાઈને લખ્યું,
મર્દાની વાતો મર્દાઈ થી લખ્યું
લખ્યું એટલું વટ થી લખ્યું,
ટીપે ટીપેને શ્વાસે શ્વાસે લખ્યું
રાતે લખ્યું, દી 'એ લખ્યું
લોયે લોયે લખ્યુંને, ખમીરના ખોખારે લખ્યું
બુંગીયાના તાલે લખ્યું, હાથીઓ ના હુંકારે લખ્યું
ને રણ મેદાને જે લખ્યું કઠણ કલેજે લખ્યું
ને આપણે ક્યાં કઈ લખ્યું, જે
લખ્યું આ ધરતીની ખુમારીએ લખ્યું