*છેડો*
*પહેલો છેડો* એટલે મારા અસ્તિત્વની ઓળખરૂપી માઁના ગર્ભ સાથે જોડાયેલો નાયડો
*બીજો છેડો* એટલે સુગ નહી પણ સ્નેહથી બાંધેલી મારા બાળોતિયાની ગાંઠ
*ત્રીજો છેડો* એટલે ડરથી બચવા દોડીને જેની પાછળ હું સંતાઇ જતી એ માઁ નો પાલવ
*ચોથો છેડો* એટલે સ્કૂલે જતાં કચકચાવીને બાંધેલી મારા ચોટલાની રિબીન
*પાંચમો છેડો* એટલે વીરાના કાંડે બાંધેલી રક્ષાની સુતરની કોર
*છઠ્ઠો છેડો* એટલે સગપણમાં મોકલેલ શુકનના રૂપિયો-નાળિયેર પર વીંટેલી નાડાછડી
*સાતમો છેડો* એટલે સપ્તપદીના વચનો સાથે અગ્નિની સાક્ષીએ પિયુજીએ પહેરાવેલું મંગલસૂત્ર
*આઠમો છેડો* એટલે નણંદબાએ બાંધેલું નજર ઉતારતું પંચમાસીયુ
*નવમો છેડો* એટલે મારી લાડકવાયીને પહેરાવેલું છઠ્ઠીયુ
*દસમો છેડો* એટલે પ્રૌઢાવસ્થામાં હોસ્પિટલના બેડ પર મારી રગોમાં પ્રવેશતા મારા દિકરાના રક્તને પહોંચાડતી નળી
*અગિયારમો છેડો* એટલે મારી જ જીદથી મારા અખંડ ચૂડી-ચાંદલા અને ચુંદડીમાંથી ફાડીને ઘરના બારણે બાંધેલો લીરો
*છેલ્લો* અને મારો મનગમતો *છેડો* એટલે ચિતા પર ઓઢાડવામાં આવશે એ મહિયરની ચુંદડી.
શાસ્ત્રો અને રિવાજો પણ કહે છે કે એક દિકરીનો *છેડો* તો એના અસ્તિત્વથી લઇને અંત સુધી માઁ-બાપ સાથે જોડાયેલો રહે છે.
Beautiful defination of *CHEDO*?